શાળાએ જઈ રહેલ શીક્ષકની કારનો અકસ્માત થતા મોત – ટાટા 407નો ડ્રાઈવર વાહન મુકી ફરાર : વિસનગર

શેર કરવા અહીં ક્લિક કરો.

વિસનગર થી વિજાપુર વાળા રસ્તા પર કુવાસણ ગામના પાટીયા નજીક કાર અને  ટાટા 407 વચ્ચે અકસ્માત થતા કાર ચાલકનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. ટાટા 407 નો ડ્રાઈવર કારને સામેથી ટક્કર મારી પોતાનુ વાહન ઘટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. 

HIT&RUN : મહેરવાડા થી ઉપેરા વચ્ચે ઈકો ચાલક બાઈક સવારને ટક્કર મારી ફરાર ; મોત

મહેસાણા જીલ્લાના વિસનગરના રંગાકુઈ ખાતે રહેતા ચૌધરી વિમલકુમાર જીવણભાઈ વ્યવસાયથી પ્રાથમીક શાળાના શીક્ષક હતા. જે રોજની માફક સવારના સમયે પોતાની શાળાએ વેગન-આર(નંબર GJ-01-HS-0733) કાર લઈ જઈ રહ્યા હતા ત્યારે વિસનગરથી વિજાપુર વચ્ચે આવેલ કુવાસણા પાટીયા નજીક સામેથી આવી રહેલ એક ટાટા 407(નંબર GJ-02-X- 2646) વાળા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતથી ગંભીર રીતે ઘાયલ થયેલ કાર ચાલકના શરીરમાંથી ખુબ લોહી વહી ગયુ હતુ. એક્સીડેન્ટ કરી ટાટા 407 નો ચાલક પોતાનુ વાહન ઘટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. જેથી આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવી ઘાયલને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ અકસ્માતમા ગંભીર રીતે ઘાયલ થનારને ડોક્ટરોએ તુરંત જ મૃત ઘોસીત કરી દીધા હતા. જે મામલે વિસનગર પોલીસ સ્ટેશને ટાટા 407 ના ડ્રાઈવર વિરૂધ્ધ 279,337,338,304,304એ મુજબ ગુનો નોંધાયો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.