#શીક્ષણ_સત્ર : 23મી નવેમ્બરથી રાજ્યમાં શાળા કોલેજો શરૂ કરવામાં આવશે

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્ય સરકારે  દિવાળી  પછી રાજ્યમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે.રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે એવી પણ કહ્યુ હતુ કે કે વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર રહેવા માટે આદેશ નહી કરવામાં આવે તથા સાથે સાથે ઓનલાઈન શીક્ષણ પણ ચાલુ રહેશે.

શિક્ષણ મંત્રીની જાહેરાત પ્રમાણે 23 મી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વર્ગો શરૂ થશે. કૉલેજ અને યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાના વર્ગો શરૂ થશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે. આ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે. ઈજનેરી શાખાની  માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેમજ ITI અને પોલિટેકનિકના વર્ગો શરૂ થશે.

આ પણ વાંચો – ખાનગી શાળા ફી મુદ્દો: શીક્ષણમંત્રી બેઠકમાં સામાન્ય લોકોનો પક્ષ મજબુતીથી ના રાખી શક્યા

નવિ જાહેરાત મુજબ સ્કૂલોને ઓડ-ઇવન ફોર્મ્યુલા અપનાવવાની સૂચના આપવામાં આવી છે. પહેલા દિવસ એક ધોરણના વિદ્યાર્થીઓને અને બીજા દિવસે બીજા ધોરણના વિદ્યાર્થીઓને શાળાએ આવવાનુ રહેશે. આ જાહેરાતમાં વિધાર્થીઓને ફરજીયાત શાળાએ આવવાનુ રહેશે નહી. શાળા કોલેજ વાળા વિધાર્થીઓ ઉપર ફરજીયાત હાજર રહેવા દબાણ નહી કરી શકે. આ સિવાય પણ ઓનલાઈન શીક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. સ્કૂલ શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું થર્મલ ગન વડે તાપમાન માપવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે  એવી રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે. આ ઉપરાંત વિધાર્થીઓ માટે હેન્ડ વોસ માટે પણ વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.