ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં આવેલા ગ્રામ પંચાયત વિસ્તારોમાં છેલ્લા ૧૦ વર્ષમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે અરવલ્લી જીલ્લાની રચના થયા પછી મોડાસા શહેરની જીલ્લાનું વડુમથક જાહેર કરતા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોની જમીનોના ભાવ ઉચકાતા કેટલાક ભુ માફિયાઓ અને દુકાનદારો બિનખેતી હુકમ વગર સરપંચ અને તલાટીની રહેમનજર હેઠળ ઠેક ઠેકાણે આડેધડ બાંધકામ થઇ ગયા છે

મોડાસા શહેર નજીક મોડાસા તાલુકાના સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલા બાજકોટ ગામની સીમમાં રમણ ગમાજી વી.ની સંયુક્ત માલિકીની ખેતીની જમીન સર્વે નં.૪૧ ના ૦૫-૦૮-૮૯ ક્ષેત્રફળ વિસ્તારની જમીન પૈકી ની જગ્યામાં બીન ખેતી હુકમ વગર એચ.પી ગેસ ગોડાઉનનું બાંધકામ તાણી બંધાતા સબલપુર ગ્રામ પંચાયતના ધ્યાને આવતા ગેરકાયદેસર બાંધકામ અંગે લાલ આંખ કરી બાંધકામની મંજૂરી અંગેની રજાચિઠ્ઠી અને જરૂરી પુરાવા રજુ કરવા સરપંચ દક્ષાબેન પટેલે ખેતર માલિકને નોટિસ આપી ત્રણ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હતો અને પુરાવા રજુ નહિ કરો તો વગર મંજુરીએ બાંધવામાં આવેલ ગોડાઉન દૂર કરવામાં આવેશેનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નોટિસ આપ્યાને ૩ દિવસ પૂર્ણ થવા છતાં ખેતર માલિક નોટિસનો જવાબ આપવાનું મુનાસીબ ન માનતા ગ્રામ પંચાયત ગેરકાયદેસર ખડકી દીધેલ ગોડાઉનનું બાંધકામ દૂર કરે છે કે નહિ તે જોવું રહ્યું…?

સબલપુર ગ્રામ પંચાયતના તલાટી ગિરધર ભાઈના જણાવ્યા અનુસાર નોટિસ પઠાવ્યાના ત્રણ દિવસ પૂર્ણ થયા હોવા છતાં ખેતર માલિક તરફથી હજુ કોઈ પણ પ્રકારના બાંધકામ અંગેના પુરાવા રજૂકરવામાં નં આવ્યા હોવાનું જણાવ્યું હતું

જીલ્લાના અન્ય એક વિસ્તારમાં ખેતરમાં તાણી બંધાયેલ ગેસ ગોડાઉન પણ ગ્રામપંચાયતની મીલીભગત હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે ત્યારે જીલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર થતા બાંધકામો સામે લાલ આંખ કરે તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી