વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તોફાની પવનોનો ખતરો વધ્યો છે. અરબસાગરમાં ઉત્તર-પશ્ચિમમાં આગળ વધી રહેલા ચક્રવાતને કારણે સૌરાષ્ટ્રના બંદરો દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. કંડલા, પોરબંદર અને દ્વારકા બંદર પર બે નંબરનું સિગ્નલ હટાવીને ત્રણ નંબરનુ સિગ્નલ લગાવાયું છે.

જાફરાબાદ બંદર પર પણ બે નંબરનું સિગ્નલ હટાવીને ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેજ ગતીએ પવન ફૂંકાઈ રહ્યો છે. મહત્વનું છે કે 12 અને 13 જૂને વાયુ વાવાઝોડાનો ભારે ખતરો તોળાયો હતો ત્યારે મોટાભાગના તમામ બંદરો પર અતિ ભયજનક ગણાતા નવ નંબરના સિગ્નલ લગાવાયા હતા.

અને બાદમાં ખતરો ટળી જતાં તમામ બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા. પરંતુ હવે વાયુ વાવાઝોડાએ યુ-ટર્ન લીધો છે અને તે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. અને તેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકિનારામાં કરંટ વધ્યો છે. અને ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે.