ગરવીતાકાત,અરવલ્લી: બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં જાહેરનામું બહાર પડતાં શિક્ષકોમાં ચૂંટણીને લઇ દોડધામ મચી હતી જ્યારે ફોર્મ પરત ખેંચવાના દિવસે સુમેળ થઈ જતા ચૂંટણી ટળી ગઈ હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું આ અંગે ચૂંટણી અધિકારી અમરસિંહ ભાઈએ જણાવ્યું કે બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી જ્યારે ફોર્મ પરત ખેંચવાના દિવસે શિક્ષકોમાં સુમેળ થઈ જતા ચૂંટણીનું ઘરમાયેલું વાતાવરણ ઠંડું પડી ગયું હતું એવું  તાલુકા સંઘની ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ પ્રમુખ તરીકે રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઈ એમ પટેલ બિનહરીફ વરણી થયા હતા તેમની તરફેણમાં રડોદરા ના અલ્પેશભાઈ પટેલ એ ટેકો જાહેર કર્યો હતો જ્યારે ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ સોની  બિનહરીફ થયા હતા તેમની તરફેણમાં વિજયદીપ સિંહ સોલંકી એ ટેકો જાહેર કર્યો હતો જ્યારે મહામંત્રી તરીકે હિતેશભાઈ કે.પટેલ અને સહમંત્રી તરીકે પંકજભાઈ બારોટ બિનહરીફ જાહેર કરાયા હતા વધુમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા કરવામાં આવેલા રોજકામ મુજબ સામે પક્ષમો ભરાયેલા ફોર્મ માં ટેકાઓ જાહેર થઈ જતા ચૂંટણી તાલુકાની ટળી ગઈ અને હોદ્દેદારો નીમાઈ ગયા હતા જ્યારે તાલુકા ની યોજવા માં આવશે નહીં અને બેલેટ પણ છપાવવામાં આવશે નહી ત્યારે હાલમાં ઉપરોક્ત સંઘના આગેવાનો ને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે જ્યારે વિજેતા આગામી સાત તારીખના રોજ જાહેર કરી છેAttachments area