મહેસાણા જીલ્લામા સરકારે વોટર એરોડ્રોમ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમા ચાર સ્થળોએ વોટર એરોડ્રોમ બનશે. જેમા મહેસાણા, અમદાવાદ, નર્મદા, પાલિતણા. આ નિર્ણયથી સ્થાનિક લોકોમા રોજગારીની આવક એક નવી તક ઉભી થશે.

મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકાના ધરોઇ ડેમ ખાતે વોટર એરોડ્રોમ ઊભા કરી હવાઇ સેવા શરૂ કરાશે. આ વોટર એરોડ્રોમ સેવા શરૂ થવાથી લોકોને હવાઈ સેવા ઉપલબ્ધ થશે અને પ્રવાસનને વેગ મળશે.

મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકાના ધરોઇ ડેમ ખાતે વોટર એરોડ્રોમ ઉભા કરાશે. આ સાથે સ્થાનિકો લોકોમા રોજગારીની વધુ તકો ઉભી થશે.

આ સાથે જ કુદરતી આપદા દરમિયાન આવા વોટરડોમ ઉપયોગી બની રહેશે. રિજિનલ ક્નેક્ટિવિટી સ્કીમ RCS – ઉડાન ૩ અને 4 અન્વયે ગુજરાત સરકાર ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ત્રિપક્ષીય એમઓયુ થશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વોટર એરોડ્રોમ સેવા શરૂ થવાથી લોકોને રાહત થશે. આ સાથે મહેસાણામા ધરોઇ ડેમ, અમદાવાદમા સાબરમતી, નર્મદામા સરદાર સરોવર કેવડિયા ખાતે અને પાલિતણામા શેત્રુંજ્ય ડેમ ખાતે એરોડ્રોમ બનશે. અને જીલ્લાના લોકોને એક હવાઇ સફરની નવી તક પણ ઉભી થશે.