ગરવીતાકાત,મહેસાણા: વિધાનસભા ચૂંટણીમાં વિડીયોગ્રાફી કરનાર શકશની આત્મવિલોપનની ચીમકી. તેમના જણાવ્યા અનુસાર ૨૦૧૭ની ખેરાલુ વિધાનસભા ચૂંટણીમાં તેમને વિડીયોગ્રાફી કરી હતી. તે વિધાનસભા ચૂંટણીના વિડીયોગ્રાફીનું બીલ રૂ:-૩.૬૪ લાખ હતું તે બીલ ને બે વર્ષ થયા પણ તે નહિ મળવાને કારણે તા.16.9.19 થી તા.5.10.2019 દરમ્યાન આત્મવિલોપન કરવાની આપી ચીમકી આપી હતી. દસ દિવસ માંજો મને જો ન્યાય નહિ મળે તો પરિવાર સાથે આત્મવિલોપન કરીશ. અરજદાર સોની સંજય કાંતિ લાલએ ખેરાલુ ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. નાયબ ચૂંટણી અધિકારી પ્રતીક પટેલ હોદ્દાનો દુરઉપયોગ કરીને નાણા નહિ ચૂકવવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે.

તસ્વીર અહેવાલ અંકુર ચૌધરી મહેસાણા 

Contribute Your Support by Sharing this News: