ગરવી તાકાત મહેસાણા : કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી વર્ષ ૨૦૦૯ થી ચાલતા અનોખા કાર્યક્રમ “ સર્વ નેતૃત્વ ” દ્વારા વિદ્યાર્થીઓમાં નેત્રુત્વના ગુણ વિકસે, રાષ્ટ્રભાવના જાગે, સારા નાગરિક બની સમાજને ઉપયોગી બને, તેમનો આત્મવિશ્વાસ બુલંદ થાય અને હકારાત્મક અભિગમ સાથે આગળ વધે તેવા પ્રકારની પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવે છે.
અત્યાર સુધી યોજાયેલી ૫૮ સર્વ નેતૃત્વ શિબિર કાર્યક્રમોમાં જાણીતા કોર્પોરેટ ટ્રેનર
સુરેશ પટેલ, દીપક તરૈયા, IPS હસમુખ પટેલ, જાણીતા ઉદ્યોગપતિ સૌરીન પરીખ, IIM અમદાવાદથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિષ્ઠાબેન ઠાકર, રોડ સેફ્ટી અંતર્ગત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત એવા અમિત ખત્રી, અમદાવાદનો રીક્ષા વાળાથી પ્રખ્યાત બનેલા ઉદય જાદવ, ગુજરાતના પ્રથમ આદર્શ ગામ “પુંસરી” ના પૂર્વ યુવા સરપંચ હિમાંશુ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન થકી પ્રેરણા પુરી પાડતા હોય છે.

કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ કોલેજોના અત્યાર સુધીમાં ૩૯૪૪ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લઈ પોતાના જીવનમાં અને સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગ દાન આપી રહ્યા છે. સમગ્ર સર્વ નેતૃત્વની તાલીમ શિબિર દરમ્યાન ભાગ લેનાર વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરતા નથી. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રેમ પૂર્વક નેતૃત્વ કરવાની નિ:શુલ્ક અનોખી પહેલ છે. હેલ્ધી કેમ્પસ, રાઈટ ટુ ફુડ, કીપ સ્માઈલિંગ, છોટી છોટી ખુશિયા, મિશન પોલ્યુશન ફ્રી દિવાળી, પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા, મિશન સેફ સ્કાય, સ્વચ્છતા અભિયાન, બી એ લાઈફ સેવર, મિશન વિદ્યા જેવા પ્રોજેક્ટો સર્વ નેતૃત્વ પ્રોગ્રામ દ્વારા ચલાવવામાં આવે છે.
સર્વ નેતૃત્વની દરેક શિબિરોમાં રોજ સવારે ડો.કપિલ ત્રિવેદી દ્વારા યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવે છે. સર્વ નેતૃત્વ કાર્યક્રમની ૫૮ મી શિબિ
ર સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે યોજાઈ જેમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની ૧૮ કોલેજમાંથી ૭૧ વિધાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ટ અમૂલ્ય યોગદાન આપતા શ્રેષ્ઠિઓ સર્વ નેતૃત્વ શિબિરમાં હાજર રહી વિદ્યાર્થીઓને વાણીનો લાભ આપ્યો હતો. વિધાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન થકી પ્રેરણા સર્વ નેતૃત્વ શિબિરોની પુર્ણાહુતી હાજીપૂર સ્થિત મંથન અપંગ સંસ્થાની મુલાકાત કરી ત્યાંના સ્થાપક નિરુબેન અને ગીરીશભાઈ દ્વારા મંથન સંસ્થા દ્વારા કરવામાં આવતા સમાજ ઉપયોગી પ્રોજેક્ટ્સની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વિધાર્થીઓએ પ્રશ્નોતરી દ્વારા માહિતી મેળવી હતી.
સર્વ નેતૃત્વ નિવાસી શિબિરના અંતે સમાપન સમારંભમાં જે.સી.આઈ, કડીના પ્રમુખ જતિન પટેલ અને કાર્યક્રમના સંયોજક ડો. ધર્મેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી વિધાર્થીઓને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડી, જીવનમાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટેનું આહ્વાન કર્યું હતું. પ્રોગ્રામના અંતે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ વાઈસ ગ્રુપમાં સમાજ ઉપયોગી પ્રોજેક્ટ્સ રજુ કરી, તે પ્રોજેક્ટ્સ નિયત સમયમાં પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો હતો. સમગ્ર શિબિરનું સંચાલન અને આયોજન સર્વ નેતૃત્વ કોર્ડીનેટર ડો. ધર્મેન્ર્દ્ર પટેલ અને સહાયક તરીકે મિલન અગ્રવત દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પૂર્વ તાલીમાર્થી માહી, ધૈર્ય, આસ્થા, યોગીતા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી