- બેઠકમાં ૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
- બેઠકમાં મુખ્યત્વે પ્રેમ લગ્નને લઈ ૪ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કરશે
ગરવી તાકાત, સુરત તા. 11- સરદાર પટેલ સેવા દળની આગેવાની સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠક મળી હતી. કમિટીની રચના બાદ ૧૮૨ ધારાસભ્ય અને ૨૬ સાંસદોને કમિટી રૂબરૂ મળી લવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત કરશે. નિકાલ નહિ આવે તો સર્વ સમાજને સાથે રાખીને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી.
સરદાર પટેલ સેવા દળ, એસ.પી.જી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પ્રમુખ દ્વારા થોડા મહિના અગાઉ લવ મેરેજ એક્ટ માં સુધારા કરવામાં આવે તે પ્રકારની રજુઆત કરવામાં આવી છે. ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીને લવ જેહાદ માં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ સુરતના પાસોદરા ખાતે સર્વે સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી. SPG ગૃપ દ્વારા ચિંતન શિબિરમાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજીયાત સહી માટે માંગણી
SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, કરણી સેનાના રાજ સેખાવત સહિત ૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન બેઠક મુખ્યત્વે પ્રેમ લગ્નને લઈ ૪ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા છે. જેમાં જે તે ગામમાં સ્થળે જ લગ્ન નોંધણી, લગ્ન નોંધણીમાં જે તે પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ખાસ પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજીયાત સહી માટે માંગણી કરવામાં આવી છે.
વિવિધ સમાજ દ્વારા એકસુરે સહમતી દર્શાવી
લાલજી પટેલ સહિત કરણી સેનાના રાજ શેખવત સહિતના વિવિધ સમાજ દ્વારા એકસુરે સહમતી દર્શાવી હતી કે માંગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી ઉચ્ચારી છે. દીકરી લગ્ન કરે તેનો વાંધો નથી. પરંતુ દીકરી માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે. ભૂતકાળ માં પણ કાયદાના સુધારો કરવાના આવ્યો છે. અમે પ્રેમલગ્નના વિરોધી નથી પણ અમે દીકરી ખોટી વ્યક્તિને પસંદ કરે એના વિરોધી કરી રહ્યા હોવાનું જણાવ્યા હતું.
મીડિયા સંબંધતા વિગતો આપી હતી કે 4130 જેટલા ખોટા લગ્નો થયા છે. અને જેને લઈ ને આજે દરેક સમાજના લોકોએ ચિંતા કરી છે. કમિટી દ્વારા મુખ્યમંત્રી અને કાયદામંત્રીને મળીશે. કમિટી નક્કી કરશેએ રીતે આંદોલન કરાશે, 182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવીશે. 26 સાંસદો ને પણ મળી તેમનું સમર્થન લેવાશે જેથી ગાંધીનગર લઈને દિલ્હી સુધી માંગ પહોંચાડી શકાય. સર્વ સમાજની યોજાયેલ ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ,આહીર સમાજ,પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ,આદિવાસી સમાજ સહિત વિવિધ ૩૨ સમાજના અગ્રણીઓ રહ્યા હાજર હતા.