મહેસાણાના જગુદણ નજીક સાગરદાણ ફેક્ટરી પાસે રેલ્વે વિભાગ દ્વારા બનાવાયેલ નાળાની ફરતે ફેસીંગ ના કર્યુ હોવાથી અહિ અવાર – નવાર રજળતા ઢોર(ગાય,બકરી,રોજડા) નાળામાં પડતા રહેતા હોય છે. જેથી આસપાસના જીવદયા પ્રેમી લોકો સીસ્ટમની મદદની અપેક્ષા રાખ્યા વગર પશુઓને ભારે મથામણ કરી નાળામાંથી કાઢતા હોય છે.
જગુદણ થી સાગરદાણ ફેક્ટરી તરફ જતા રસ્તા ઉપર રેલ્વે વિભાગ દ્વારા નાળુ બનાવેલ પરંતુ વિભાગ દ્વારા એની આસપાસ કોઈ ફેંસીંગ ના કર્યુ હોવાથી અહી અવાર – નવાર રજળતા પશુઓ નાળામાં પડતા હોય છે. જે સમષ્યા અંગે જગુદણ સંરપંચ દ્વારા રેલ્વે વિભાગના સુપરવાઈઝરને લેખીતમા જાણ કરેલ હતી પરંતુ રેલ્વે દ્વારા અરજીને નજરઅંદાજ કરવામાં આવી હતી. નાળાની ફરતે કોઈ સેફ્ટી ફેન્સીગ ના કર્યુ હોવાથી બકરી,રોજડા, જેવા પશુઓ અંદર પડી જતા હોય છે. જેથી આસપાસના જીવદયા પ્રેમી લોકો ભારે મહેનત કરી તેમને બહાર કાઢતા હોય છે. રેલ્વે વિભાગે નાળુ બનાવ્યા ખાતર બનાવી આ નવિ ઉભી થયેલી સમષ્યાને નંજર અંદાજ કરાતા અહીના રહીશોને નાળામાં પડી જતા ઢોરનો બચાવ કરવો પડતો હોય છે. મુંગા પ્રાણીઓ નાળામાં પડી જતા તેમને ઈજાઓ પણ થતી રહેતી હોય છે. આ સમષ્યાનો નિકાલ ના થતા જગુદણ સરપંચે મહેસાણાના લોકસભાના સાસંદ શારદાબેન પટેલને પત્ર લખી સમષ્યાના તત્કાલ નીરાકરણ લાવવા અંગે જાણ કરી હતી.