ગરવી તાકાત સરસ્વતી પાટણ : ગુજરાત સરકાર દ્વારા બાળકોને શિક્ષણ માટેની જરૂરિયાત વાળી વસ્તુઓ પોતાના જ ગામમાં સારી અને સુંદર મળે તે માટે ના પ્રયત્નો કરવામાં આવે છે.ત્યારે સરકાર દ્વારા શિક્ષણ પાછળ અનેક રૂપિયાનો ખર્ચ કરીને બાળકોને સારું શિક્ષણ પુરૂ પાડવા માટે સરકાર પણ પાછી પાની કરતી નથી ત્યારે સરસ્વતી તાલુકાના ખોડાણા ગામમાં આવેલી જૂની આંગણવાડી જર્જરિત થઇ ગયેલી હતી.
જ્યારે જર્જરિત થયેલી આંગણવાડીમાં બાળકોને અભ્યાસ માટે અનુકૂળ ન હતી.ત્યારે આંગણવાડી ની સરકાર માં દરખાસ્ત કરવામાં આવી હતી.સરકાર દ્વારા દરખાસ્ત ધ્યાને લેતા અને આ કામ ને આગળ કરતા જૂની જર્જરિત આંગણવાડીમાંથી નવિન આંગણવાડી તૈયાર કરવામાં આવી હતી
નવિન આંગણવાડીનું લોકાર્પણ પાટણ જિલ્લા કોંગ્રેસ ડેલિકેટ વદુસિંહ ઠાકોર.મેલજીજી ઠાકોર ખોડાણા.ગામના સરપંચ હાલાજી વીરાજી ઠાકોર.તથા ભાજપ ના આગેવાનો ઠાકોર શર્માજી .ઇશ્વરભાઇ.તથા ગામના ગ્રામજનો મથુરજી ચતરાજી ઠાકોર. વિપુલજી પારજીી.તેમજ કર્મચારી વર્ગમાંથી ચેતનાબેન દરજી ખોડાણા કેન્દ્રના સીતાબેન દેસાઈ.તેડાગર વિજયાબેન દેસાઈ અને ગામની બહેનો મોટી સંખ્યા મા હાજર રહી હતી.
બાળકોને કુમકુમ તિલક કરીને નવીન આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો ત્યારે આંગણવાડીને ફુગ્ગા ફૂલો થી શણગારવામાં આવી હતી .નવીન આંગણવાડીનું મકાન મળતાં બાળકોના વાલીઓ પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : ભુરાભાઈ – સરસ્વતી પાટણ