કોરોના મહામારીની બીજી વેવમાં લાખો લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે એવામાં અનેક બાળકો પણ અનાથ થયા હતા તથા અનેક લોકોનો રોજગાર છીનવાઈ જતાં પરિવારો પાયમાલ પણ થયા છે. આથી વિવિધ સંગઠનો તથા સરકારોએ આવા અસરગ્રસ્તોને સહાય પણ કરી છે. એવામાં મહેસાણાના વિસનગરમાં આવેલી સાંકળચંદ યુનીવર્સીટીએ પણ અનોખી પહેલ કરી છે. જેમાં તેઓએ માતા પિતા ગુમાવનાર વિધાર્થીઓની ફી માફ કરી છે.
વિસનગરમાં આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ કોરોનાકાળમાં માતા પિતા ગુમાવી ચુકેલા વિધાર્થીઓની ફી માફ કરવાનો નિર્ણય લઈ 100 ટકા ફી માફ કરી છે. જેમાં 35 વિદ્યાર્થીઓ ની 19 લાખ રૂપિયા ફી માફ કરી છે. આ સીવાય પણ આર્થિક રીતે પછાત અને તેજસ્વી 115 વિદ્યાર્થી ની 50 %સુધીની ફી માફ કરી છે. આમ કુલ મળી સાંકળચંદ યુનીવર્સીટીએ ફૂલ 50 લાખ કરતા વધુ ફી માફ કરી છે. યુનીવર્સીટીની આ સહારનીય કામગીરીનો નિર્ણય ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા લેવાતાં તેમની ખુબ પ્રશંસા પણ થઈ રહી છે.