ગરવી તાકાત, મુંબઇ
૧૯ સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થતી IPL ની 13 મી સીઝનમાં સંજય માંજરેકર કોમેન્ટ્રી નહીં કરે.BCCI એ સાત ભારતીય કોમેન્ટેટર્સની પેનલ બનાવી છે. જેમાં આ ભારતીય કોમેન્ટેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
BCCIની પેનલમાં સાત ભારતીય કોમેન્ટેટર્સને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં સુનિલ ગાવસ્કર, લક્ષ્મણ શિવરામકૃશ્ણણન, મુરલી કાર્તિક, દીપ દાસગુપ્તા, રોહન ગાવસ્કર, હર્ષ ભોગલે, અને અંજુમ ચોપરા આ સાત કોમેન્ટેટર્સને સ્થાન આપવામાં આવ્યું છે. દાસગુપ્તા અને કાર્તિક અબુધાબીથી મોરચો સંભાળશે અને બીજા કમેન્ટેટર્સ શારજાહ અને દુબઇથી મેચોમાં કોમેન્ટ્રી આપશે દુબઇ અને અબુધાબીમાં 21 મેચ યોજાઇ રહી છે જયારે શારજહા એકલામાં IPLની 14 મેચનું આયોજન કરશે.
આ પણ વાંચો – રાજેસ્થાન રોયલને મોટો ઝટકો, બેન સ્ટોકનુ આઈ.પી.એલ. રમવા ઉપર શંકા
BCCI છેલ્લા કેટલાક સમયથી સંજય માંજરેકરથી નારાજ છે. માંજરેકરને લોકડાઉન પહેલા માર્ચમાં હોમ સિરીઝ માટે કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવામાં આવ્યા હતાં ત્યારબાદ તેમણે ઇ મેઇલ દ્વારા બોર્ડની એપેકસ કાઉન્સિલને વિનંતી કરી હતી કે તેઓને IPL કોમેન્ટ્રી પેનલમાં સમાવેશ કરવામાં આવે તેમણે મેલમાં લખ્યું હતું કે મને તમારા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આનંદ થશે કારણ કે આપણે બંધા જે પ્રોડકશન માટે સારૂ છે તે કરી રહ્યાં છીએ.
કોરોના કાળમાં આયોજિત થઇ રહેલ 13 મી સીઝન બાયો બબલની અંદર રમવામાં આવળે દરેક ફ્રેન્ચાઇઝી ખુબ સાવધાની રાખી રહી છે IPL મેનેજમેન્ટ દ્વારા એસઓપીનું પાલન કરાવવામાં આવશે કોમેન્ટેટર્સને ત્રણ અલગ અલગ જુથોમાં વહેંચીને બે અલગ અલગ બાયો બબલમાં રાખવામાં આવશે આ કોમેન્ટેટર્સ 10 સપ્ટેમ્બરે IAE જવા નીકળશે ટુર્નામેન્ટની ફાઇનલ 10 નવેમ્બરે રમાશે.