ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રાંગણમાં બનાસકાંઠા શૈક્ષણિક સંકલન સમિતિના હોદ્દેદારો દ્વારા વિજયોત્સવ આનંદોત્સવ કરવામાં આવ્યો રાજય સરકાર દ્વારા અનુદાનિત ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ પડતર પ્રશ્નો નો માગણીઓ મુજબના પ્રશ્નોનો ઉકેલ આવતા બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સૌ કર્મચારી મિત્રોને કર્મચારીઓ નું મોં મીઠું કરાવી સૌ સાથે મળી આનંદ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી
જેમાં રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ઉમેશભાઈ પટેલ. રાજ્ય વહીવટી કર્મચારી સંઘ સંગઠનમંત્રી જિલ્લા વહીવટી સંઘ પ્રમુખ આનંદભાઈ ત્રિવેદી. જિલ્લા માધ્યમિક સંઘના મહામંત્રીસરી બળવંતભાઈ રાવળ બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના મીડિયા કન્વીનર ઈલિયાસભાઈ સિંધી તેમજ અન્ય હોદ્દેદાર અમિતભાઈ વ્યાસ બનાસકાંઠા જિલ્લા માધ્યમિક સંઘ હોદેદારો દીપક ભાઈ જોશી, અર્જુનભાઈ હડિયોલ,ગિરીશ ભાઈ વણછોલા, રવિભાઈ પ્રજાપતિ તેમજ અન્ય સાથી હોદેદાર મિત્રો કર્મચારીઓ સંકલન સમિતિના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ઈ. આઇ. નૈનેશભાઈ દવે,ખેગારભાઇ સોલંકી,કમલેશભાઇ ગોહિલ તથા સ્ટાફ પરિવારનું સાથે મળીને મોં મીઠું કરાવી આનંદોઉત્સવ ઉજવણી કરવામાં આવી.
તસવિર અને આહેવાલ : યશપાલસિંહ ટી વાઘેલા થરા