ભાજપ ના ઉમેદવાર સની દેઓલ નું કર્યું કોંગ્રેસી નેતાઓએ  ફૂલ માળાથી સ્વાગત.

શેર કરવા અહીં ક્લિક કરો.

પંજાબના ગુરુદાસપુરમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપા ઉમેદવાર સની દેઓલનું ફૂલ અને માળાથી સ્વાગત કર્યું. સોશ્યિલ મીડિયા પર જયારે આ ફોટો વાયરલ થવા લાગી, ત્યારે ભાજપાએ કહ્યું કે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ મોદીના ફેન છે. તેઓ કોંગ્રેસમાં ઘૂંટાઈ રહ્યા છે અને ખુબ જ જલ્દી તેઓ ભાજપ જોઈન કરવા માટે તેમના સંપર્કમાં છે. જયારે કોંગ્રેસી નેતાઓએ કહ્યું કે તેઓ બધી જ પાર્ટીના નેતાઓનું સ્વાગત કરે છે, પરંતુ તેઓ કોંગ્રેસના સાચા સિપાહી છે. વિરોધીઓ કોંગ્રેસથી ગભરાઈ ચુક્યા છે એટલા માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે. આ પણ વાંચો: જ્યારે સની દેઓલને પૂછ્યું- ક્લાસમાં ભણવામાં ઓછું છોકરીઓમાં વધારે ધ્યાન આપતા? સની દેઓલ  કોંગ્રેસી છે અને સુનિલ ઝાખડને જીતાડશે વાયરલ થયેલી ફોટો ગુરુદાસપુર જિલ્લાના બટાલા શહેરના કોંગ્રેસી જિલ્લા જનરલ સંકટર અશોક લુથરાની છે મેન બજારમાં લુથરા જવેલર્સ નામનો શૉ રૂમ છે. આ શૉ રૂમ બહાર જ સની દેઓલનું ફૂલ અને માળાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું, જેની તસવીરો વાયરલ થઇ છે. જયારે લુથરાને આ ફોટો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે તેઓ કોંગ્રેસી છે અને કોંગ્રેસના સુનિલ ઝાખડને જીતાડશે.

સની દેઓલ  શિષ્ટાચાર તરીકે સ્વાગત કરે છે લુથરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને બજારમાં નિયમ બનાવ્યો છે કે કોઈ પણ નેતા અથવા અભિનેતા આવે ત્યારે શિષ્ટાચાર તરીકે તેઓ તેમનું સ્વાગત કરે છે. એટલા માટે તેમને સની દેઓલનું પણ સ્વાગત કર્યું. ભાજપ જાણીજોઈને ફોટોનો સહારો લઈને કોંગ્રેસમાં તિરાડ પાડી રહી છે, પરંતુ ભાજપનું સપનું ક્યારેય પણ પૂરું નહીં થાય. ભાજપ વાયરલ ફોટોને લઈને દાવા કરી રહી છે કે ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપ જોઈન કરવા માટે તેમના સંપર્કમાં છે. સની દેઓલ  ગુરદાસપુરમાં રોડ શો સની દેઓલે ગુરદાસપુરમાં પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. સની દેઓલે ગુરદાસપુરમાં એક રોડ શો કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે એકઠા થયા. રોડ શો દરમિયાન સની વોટર્સને રિઝવવા માટે પોતાના હાથમાં હેન્ડ પંપ લઈને આવ્યા હતા. જણાવી દઈએ કે પોતાની ફિલ્મ ગદરના એક સીનમાં સની દેઓલે હેન્ડ પંપ ઉખાડ્યો હતો, જે ભારે ચર્ચાનો વિષય હતો. રોડ શો દરમિયાન સની દેઓલે ફિલ્મી અંદાજમાં ડાયલૉગ બોલતા તેમને વોટ આપવાની અપીલ પણ કરી.

શેર કરવા અહીં ક્લિક કરો.