“બચપન કા પ્યાર” નો સહદેવ અકસ્માતમાં ગંભીર ઘાયલ થયો

શેર કરવા અહીં ક્લિક કરો.

બચપન કા પ્યાર ગીતથી જાણીતા બનેલો ચાઈલ્ડ સિંગર સહદેવ દિર્દો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. સહદેવના માથામાં ગંભીર ઈજા થઈ છે. તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. સુકમા જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને ડિમરાપાલ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતા જ સહદેવની તબિયત જાણવા માટે સુકમાના કલેકટર વિનીત નંદનવર અને એસપી સુનિલ શર્મા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પણ સંભવ તમામ મદદનું આશ્વાસન આપ્યું છે.

સહદેવ તેના મિત્રો સાથે દ્વિચક્રિય વાહન પર સવાર થઈ શબરી નગર તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ ઓચિંતા જ માર્ગ પર માટી તથા રેતીને લીધે વાહન પર નિયંત્રણ ગુમાવી દીધુ હતું. જે બાદ વાહન પલટી ખાઈ ગયું હતું. જેમાં સહદેવને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.સ્થાનિક લોકો સહદેવને જિલ્લા હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોની ટીમે તેના માથાના ભાગે 4 ટાંકા લીધા હતા અને સારવાર શરૂ કરી દીધી હતી.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.