પેટલાદ તાલુકામાં આવેલ નાર ગોકુલધામ સ્વામિનારાયણ મંદિરના સાધુ સુખદેવ સ્વામીજી દ્વારા કોરોના દરમિયાન અલગ અલગ રીતે લોકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોકુલધામના કેમ્પસમાં કોરોનાનું સેન્ટર પણ બનાવવામાં આવ્યું હતું અને સૌથી વધુ બેડ તૈયાર કરવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓને ચા, જ્યુસ, નાસ્તા જમવાનું, દવા, ઓક્સિજન રમત ગમત જેવી વસ્તુઓ આપી એમની ઈમ્યુનિટી પાવરને મજબૂત કરવાના પ્રયાસો કરી લોકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે સાધુ સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી અને હરિકેશવદાસજી ની પ્રેરણા ગોકુળ પરિવાર દ્વારા 6000 અનાજ કીટ 1,50,000 માસ્ક 130 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવી અને 27 લાખથી વધુ માતબર દાન આપી લોકહીતના કાર્યો કરાયા છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ નીતિનભાઈ ઠાકોર દ્વારા કમિટમેન્ટ સર્ટિફિકેટ આપી સંત સ્વામી સુખદેવજીને સન્માનિત કરવામાં આવ્યા હતા.