ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૨૫)

સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસે હિંમતનગર એ ડીવિજન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને  ઝડપ્યો

સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી, ચૈતન્ય મંડલીક સાહેબ એ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે સાબરકાંઠા અેસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ સોલંકી, ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી. ડી.જે.લકુમ, તથા એ.એસ.આઇ કૌશિકભાઇ તથા વુહેકો સીતાબેન તથા પો.કોન્સ. વિક્રમસિંહ તથા પો.કોન્સ. ભાવેશકુમાર તથા ડ્રા.પો.કોન્સ. સુરતાનસિંહ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપી પકડવાની ડ્રાઇવ અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી  મળેલ કે, હિંમતનગર એ ડીવિજન સે.ગુ.ર.નં-૩૦૩૨/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૨૨૯(અ) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી નરેશભાઇ જીવાભાઇ પરમાર રહે. ડેરી પાછળ, સાઠંબા તા. સાઠંબા જી. અરવલ્લી* વાળો પોતના ઘરે સાઠંબા ખાતે આવેલ છે. તેવી બાતમી  અન્વયે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં તે નાસતો ફરતો આરોપી નરેશભાઇ જીવાભાઇ પરમાર રહે. ડેરી પાછળ, સાઠંબા તા. સાઠંબા જી. અરવલ્લી* વાળો  મળી આવતાં સી.આર.પી. સી.કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર એ ડીવિજન પોલીસ સ્ટેશનખાતે સાંપવામાં આવ્યો હતો

Contribute Your Support by Sharing this News: