સાબરકાંઠા SOGએ સાત દિવસ પહેલા હિંમતનગર-ઈડર રોડ પર રેલવે લાઈન નજીક થયેલ મર્ડરનો ભેદ ઉકેલાયો…

February 24, 2026

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં સાત દિવસ પહેલા એક પુત્રએ તેના પિતાની હત્યા કરી પિતા અભ્યાસમાં મદદ ન કરતા અને કનડગત કરતા હોવાથી પુત્રએ પિતાના એક સંબંધી સાથે મળીને આ ગુનો આચર્યો સાબરકાંઠા SOG ટીમે આ હત્યાનો ભેદ ઉકેલી પુત્ર અને તેના સંબંધીને ઝડપી પાડ્યા હિંમતનગર બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી સાત દિવસ પહેલા હિંમતનગર-ઈડર રોડ પર રેલવે લાઈન નજીક 55 વર્ષીય ગોપાલભાઈ શંકરભાઈ ઓડનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો.

Himmatnagar Son Kills Father With Relations Help | Murder Crime

આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા મૃતકના પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માર મારવાના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું.

Himmatnagar Son Kills Father With Relations Help | Murder Crime

તેમણે બી ડિવિઝન, SOG અને LCBની અલગ અલગ ટીમો બનાવીને તપાસને વેગ આપ્યો પોલીસની ટીમોએ આજુબાજુના વિસ્તારના લોકોની પૂછપરછ કરી સીસીટીવી સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી તપાસ દરમિયાન સામે આવ્યું કે BSC બીજા વર્ષમાં અભ્યાસ કરતા પુત્રને પિતા અભ્યાસમાં મદદ ન કરતા અને કનડગત કરતા જેના કારણે પુત્રએ પાવડાના હાથા વડે પિતાની હત્યા કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0