ગરવી તાકાત હિંમતનગર : સાબરકાંઠા LCB ટીમે હિંમતનગરના કાંકરોલ નજીકથી એક ટ્રકમાંથી રૂ. 77.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે ટ્રકમાંથી 13,584 બોટલ દારૂ અને બિયરની 669 પેટીઓ જપ્ત કરી આ કાર્યવાહીમાં કુલ રૂ. 92.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ, સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર-ગાંભોઈ રોડ પર પેટ્રોલિંગમાં તે દરમિયાન LCB PI ડી.સી. સાકરીયાને બાતમી મળી કે, DD 01 J 9331 નંબરની એક ટાટા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને.
![]()
રાજસ્થાન-શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહી આ ટ્રક પર તાડપત્રી ઢાંકેલી આ બાતમીના આધારે, શામળાજી-અમદાવાદ નેશનલ હાઈવે પર કાંકણોલ ગામની સીમમાં ક્રિષ્ણા સ્વીટ માર્ટ ફરસાણ ફેક્ટરી પાસે નાકાબંધી ગોઠવવામાં આવી બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકવામાં આવી ટ્રકના ચાલકની પૂછપરછ બાદ તાડપત્રી હટાવી તપાસ કરતા ઉપરના ભાગે પ્લાસ્ટિકના કટ્ટા ગોઠવેલા અને તેની નીચે વિદેશી દારૂની 669 પેટીઓ મળી આવી.

પોલીસે ટ્રક ચાલક દેવેન્દ્ર દાનારામ ગોમારામ જાટ (ઉં.વ. 25, રહે. ભીનમાલ, રાજસ્થાન)ની ધરપકડ કરી આ ઉપરાંત, દારૂ ભરી આપનાર વાનસીંગ ચારણ (રહે. હનુમાનગઢ, રાજસ્થાન) અને ખોટી બિલટી આપનાર દેવેન્દ્ર બિશ્નોઈ (રહે. સાચોર) સહિત બે ફરાર આરોપીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.


