ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCBએ હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે 48 પરના ઓવરબ્રિજ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહેલા રૂ. 2.57 લાખના વિદેશી દારૂ સાથે કારચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી પોલીસે કુલ રૂ. 7.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી તે દરમિયાન મોતીપુરા ખાતે મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પરના ઓવરબ્રિજ પર નાકાબંધી ગોઠવવામાં આવી બાતમી મુજબની કાર આવતા તેને રોકવામાં આવી જેમાં ચાલક સહિત બે શખ્સો સવાર.
![]()
કારની તલાશી લેતા તેમાંથી રૂ. 2,57,906 ની કિંમતની વિદેશી દારૂની 178 બોટલો મળી આવી પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5,00,000 ની સ્વીફ્ટ કાર અને રૂ. 10,000 ના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,67,906 નો મુદ્દામાલ કબજે કર્યો આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી પકડાયેલા આરોપીઓમાં (1) શંકર સ/ઓ હોમાજી લખમાજી ડામોર (મીણા), મૂળ રહે. વેસાકીયા (આંજણી ગામ પંચાયત), તા. લસાડીયા, જી. સલુમ્બર (રાજસ્થાન) અને હાલ રહે. અગડ, પીપલા ખૂણા ફળો, તા. લસાડીયા, જી. સલુમ્બર (રાજસ્થાન) તથા.
![]()
(2) કાળુ સ/ઓ નારૂજી કાલીયાજી બુંજ (મીણા), રહે. અગડ, પીપલા ખૂણા ફળો, તા. લસાડીયા, જી. સલુમ્બર (રાજસ્થાન) નો સમાવેશ થાય આ ગુનામાં અન્ય ચાર આરોપીઓ ફરાર જેમાં (1) પ્રકાશ કલાલ, રહે. રાજસમંદ (જેણે મુદ્દામાલ ભરી આપ્યો અને પાયલોટિંગ કર્યું), (2) પાયલોટિંગમાં સાથે રહેનાર એક અજાણ્યો ઈસમ, (3) પાયલોટિંગમાં સાથે રહેનાર બીજો અજાણ્યો ઈસમ અને (4) પ્રોહિબિશનનો મુદ્દામાલ મંગાવનાર અજાણ્યો ઈસમનો સમાવેશ થાય પોલીસ આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચલાવી રહી.


