ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCBએ હિંમતનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી-સિક્કાનો ઉપયોગ કરીને નકલી દાખલા બનાવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે તેમની પાસેથી રૂ. 1,05,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો LCBના PI ડી.સી. સાકરીયાના જણાવ્યા અનુસાર, ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી બાતમી મુજબ, હિંમતનગરના મહેતાપુરા, બ્રહ્માણીનગર વિસ્તારમાં રહેતો કિશોરકુમાર કનૈયાલાલ પ્રજાપતિ અને હિંમતનગર બહુમાળી ભવનમાં જનસેવા કેન્દ્રમાં આધાર ઓપરેટર તરીકે કામ કરતો ચંદ્રકેતુ ભરતભાઈ પ્રજાપતિ આ ગુનામાં સંડોવાયેલા.

આ બંને આરોપીઓ એવા લોકોના આધારકાર્ડ અપડેટ કરવા માટે નકલી દાખલા બનાવતા જેમના પાસે જરૂરી દસ્તાવેજોનો અભાવ તેઓ હિંમતનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સિક્કા બનાવી, તેનો ઉપયોગ કરીને જાતિ, આવક અને EWS જેવા ખોટા દાખલા બનાવતા આ નકલી દાખલાઓને UIDAI વેબસાઇટ પર અપલોડ કરીને તેઓ ખોટા આધારકાર્ડ બનાવતા બાતમીના આધારે LCB ની ટીમે બ્રહ્માણીનગરમાં કિશોરકુમારના ઘરે દરોડો પાડ્યો.

સ્થળ પરથી બંને આરોપીઓ મળી આવ્યા ટેકનિકલ તપાસમાં તેઓ ખોટા દસ્તાવેજો અને સિક્કા બનાવી નકલી પ્રમાણપત્રો બનાવતા હોવાનું બહાર આવ્યું પોલીસે આરોપીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો અને સિક્કા સહિત કુલ રૂ. 1,05,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી.


