સાબરકાંઠા જીલ્લામાં ગુમ થયેલ મોબાઇલ નંગ-૪૨  નો મુદ્દામાલ રીકવર કરી મુળ માલીકોને  પરત સુપરત કરતી  સાયબર સેલ

શેર કરવા અહીં ક્લિક કરો.
સાબરકાંઠા SP શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અન્વયે સાયબર સેલની રચના કરેલ જેમાં મોબાઇલ ગુમ થનારની અરજીઓ લેવા માટે સુચના આપેલ હોય જે. અનુંસંધાને SOG PI શ્રી એમ.ડી.ઉપાધ્યાય તથા PSI એસ.એન.પરમાર તથા સાયબર સેલના કર્મચારીઓએ તા. ૦૧/૦૨/૨૦૧૯ થી તા. ૦૮/૦૫/૨૦૧૯ સુધીમાં અલગ-અલગ ઘટનાઓમાં ગુમ થયેલા મોબાઇલની અરજીઓ લઇ તેને ટેકનીકલ સર્વેલન્સ મારફતે ટ્રેસીંગ કરાવી કુલ એક્ટીવ થયેલ મોબાઇલ નંગ-૪૨ કિંમત રૂપિયા-૬,૧૯,૫૨૦/- ના પરત લાવી મોબાઇલના મુળ માલિકોને પરત સુપરત કરેલ છે. જે  પોલીસ વિભાગમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડેલ છે.
ભવિષ્યમાં પણ આવી જ રીતે મોબાઇલ પરત લાવી સાબરકાંઠા સાયબર સેલ જીલ્લાની પ્રજાને વધુમાં વધુ મદદરૂપ થઇ આવા ગુમ થયેલ મોબાઇલ પરત લાવવા માટે કટિબધ્ધ છે.
શેર કરવા અહીં ક્લિક કરો.