ગરવીતાકાત,અરવલ્લી: સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા કેમિસ્ટ એસોસીએશનની વાર્ષિક જનરલ મિટિંગ ઇન્દોર મેરિયોટ હોટલમાં યોજાઈ હતી જેમાં ઓલ ઈન્ડિયન ઓર્ગેનીઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ ના જનરલ સેક્રેટરી રાજીવ સિંગલની વિશેષ ઉપસ્થિતિમાં જીલ્લા કેમિસ્ટ એશો. ના પ્રમુખ દિપક પટેલના અઘ્યક્ષ સ્થાને યોજાઈ હતી જનરલ મિટિંગમાં દવા વ્યવસાયને લગતા રાષ્ટ્રીય સ્તરના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જીલ્લા  એસો.ના સભ્યો ને ગત વર્ષ ના અહેવાલ તથા વાર્ષિક હિસાબો રજૂ કરી ને સભ્યોને અવગત કર્યા હતા સમગ્ર મિટિંગ નું સંચાલન એસો. ના મંત્રી  બીપીનભાઈ ઓઝા અને જીલ્લા કેમિસ્ટ એશો.ના હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી હતી સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા કેમિસ્ટ એસોશિએશન ની જનરલ મિટિંગમાં બંને જીલ્લાના કેમિસ્ટ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી