ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ભેરૂંડા ગામની ભેરુંડા હાઈસ્કૂલમાં  નવા આચાર્ય તરીકે રસીકલાલ આર.વાળંદે પદભાર સંભાળ્યો હતો. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની માધ્યમિક-ઉ.મા.શાળાઓમાં ખાલી પડેલ આચાર્યોની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા દરમિયાન મોડાસાના ભેરુંડા હાઈસ્કૂલમાં “

કોલમિસ્ટ અને જાણીતા શિક્ષણવિદ રસીકલાલ આર.વાળંદે આચાર્ય તરીકેની પદભાર સંભાળતા કેળવણી મંડળના પ્રમુખ રાજેન્દ્રકુમાર પી.પટેલે તેમને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે મંડળના મંત્રી,અન્ય હોદ્દેદારો, વાલીઓ ,નાગરિકો, અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાંઉપસ્થિત રહીને નવનિયુક્ત આચાર્યને આવકારીને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત, બાયડ 

Contribute Your Support by Sharing this News: