RTOમાં ચાલતી લાલીયાવાડી અટકાવવા કરાયો આદેશ, ટેસ્ટ ટ્રેક પર સરકારી અધિકારી લેશે ટેસ્ટ

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્ય વાહનવ્યવહાર વિભાગે એક આદેશ જાહેર કર્યો છે. આરટીઓમાં ચાલતી લાલીયાવાડીને અટકાવવા માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદ: રાજ્ય વાહનવ્યવહાર વિભાગે એક આદેશ જાહેર કર્યો છે. આરટીઓમાં ચાલતી લાલીયાવાડીને અટકાવવા માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં હેવેથી ટેસ્ટ ટ્રેક પર સરકારી અધિકારીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે. આ સાથે અધિકારીઓને ફરજ પર આઇકાર્ડ ફરજીયાત પહેરવા આદેશ પણ આપવામાં આવ્યો છે.

વધુમાં વાંચો: LRD પેપરલીક કાંડ: પ્રોફેશનલ ગેંગનો મુખ્ય સુત્રધારની ATSએ કરી ધરપકડ

જો કે, આ અગાઉ એક ખાનગી સંસ્થાના કર્મચારીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવતી હતી. જે હવે સરકારી અધિકારીઓ દ્વારા લેવામાં આવશે. રાજ્ય વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક પર GISFના કર્મચારીઓને ઘુસવા નહીં દેવામનો આદેશે કર્યો છો. તો આ સાથે જ ટેસ્ટ ટ્રેક પર કરેલું માર્કિંગ સુધારવા અને સ્વચ્છ રાખવાનો આદેશ પણ કર્યો છે. જો તેમાં બેદરકારી સામે આવશે તો સરકારી કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં વાંચો: સાબરકાંઠા: વડાલી તાલુકામાં ઠાકોર સમાજના 21 સગીરોના બાળલગ્ન થતા અટકાવાયા

મોટર વાહન ચલાવવા માટે મોટર વ્હિકલ્સ એકેટ, 1988ની જોગવાઇ પ્રમાણે ડ્રાઇવીંગ લાયસન્સ હોવું જરૂરી છે. ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા પહેલા તો કાચું લાયસન્સ મેળવવું જરૂરી છે અને ત્યારબાદ પાકુ લાયસન્સ મેળવવું જરૂરી છે. ત્યારે પાકુ લાયસન્સ મેળવતા પહેલા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી જરૂરી છે. આ પ્રક્રિયાને વધુ સરળ અને અસરકારક બને તે માટે નીટે મુજબના આદેશ આપવામાં આવ્યા છે.

વધુમાં વાંચો: અધધ ભષ્ટ્રાચાર: 300 કરોડનો ખર્ચ કર્યો છતા વડોદરાના લોકોને પાણીના ફાંફા

– ટેસ્ટ ટ્રેકના સંચાલ માટે જરૂરી મેનપાવર ફક્ત સરકારી કર્મચારી/અધિકારી હોવ જોઇએ. એટલે કે, આઉટસોર્સીંગ ટેસ્ટ ટ્રેકના સંચાલનમાં વાપરી શકાશે નહીં.
– ટેસ્ટ ટ્રેક પર ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારીએ ફરજીયાત આરટીઓ/એઆરટીઓના સહીં સિક્કાવાળું આઇ.ડી. કાર્ડ પહેરવાનું રહેશે.
– ટેસ્ટ ટ્રેક પર તારીખવાર આરટીઓ/ એઆરટીઓની સહીં સાથે ડ્યૂટી લિસ્ટ સફેટ બોર્ડમાં મોટા અક્ષરે દેખાડવાનું રહેશે. જેમાં નામ, હોદ્દો અને ફરજ દર્શાવવાની રહેશ. ડ્યૂટી લીસ્ટમાં દર્શાવેલ નામ મુજબના જ કર્મચારી/ અધિકારી ટેસ્ટ ટ્રેક પર હાજર રહી શકશે. આકસ્મિક તપાસ દરમિયાન જો અન્ય કોઇ ઉપસ્થિત જણાશે તો ટેસ્ટ ટ્રેકના ઇન્ચાર્જ અધિકારીની જવાબદારી નક્કી થશે.
– ટેસ્ટ ટ્રેક પર સિક્યુરીટી ગાર્ડે સુનિશ્ચિત કરવાનું રહેશે કે અધિકૃત વ્યક્તિ અને માત્ર ટેસ્ટ આપનાર અરજદાર પ્રવેશ કરે છે. સિક્યુરીટી ગાર્ડ દ્વારા ટ્રેકના સંચાલનમાં કોઇ હસ્તક્ષેપ કરવાનો નથી કે, સિક્યુરીટી ગાર્ડે ટ્રેકના વિસ્તારમાં પ્રવેશ કરવાનો નથી. તેઓએ માત્ર ટેસ્ટ ટ્રેકની આસપાસનું પાર્કીંગ, ટેસ્ટ ટ્રેકની અન્ટ્રી અને એકઝીટનું નિયંત્રણ કરવાનું છે. આ સૂચનાનો ભંગ કરનાર સિક્યુરિટી ગાર્ડ સામે ગંભીર પગલાં લેવામાં આવશે.
– જે કચેરીઓ ખાતે સીવીલ વર્ક શરૂ થયા છે. તેમને તાત્કાલીક સીવીલ વર્ક પૂર્ણ કરવાની રહેશે.
– હાલ વ્યક્તિની ઓળખ ઇન્સ્પેક્ટર દ્વારા વ્યક્તિના દસ્તાવેજ જોઇ મેન્યુઅલ થાય છે. તે જગ્યાએ વ્યક્તિની ઓળખ અંગેનું કાઉન્ટર ઉભું કરી, કાઉન્ટરમાં મોટર વાહન નિરીક્ષકને બેસાડી તે આઇડેન્ટીફીકેશન કરે ત્યારબાદ જ વાહન અંદર જાય તેવી વ્યવસ્થા કરશે.
– આઇડેન્ટીફીકેશન એરીયા અને ટેસ્ટ ટ્રેકનો એરીયા અલગ-અલગ કરવો જરૂરી છે અને ત્યાં આઇડેન્ટીફિકેશન માટે કેમેરા ગઠવી તેનું પબ્લિક ડીસ્પેલ ગોઠવી, લર્નીગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ જ ટેસ્ટ આપી શકશે.
– વાહન ટેસ્ટમાં ટ્રેકમાં પ્રવેશ કરશે ત્યારે વાહન પર RFID Readerના લોકેશન મુજબ RFID Tag મેગ્નેટથી ચોંટાડવામાં આવે છે. આ Tagને ફક્ત Exit પર જ કાઢી લેવું એટલે કે ટેસ્ટ ટ્રેકની અંદરના ભાગમાં વાહન હોય તે દરમિયાન ટેગને હટાવવું નહીં. જો પર સિક્યુરીટીની વ્યવસ્થા કરવામાં આવે અને તે Tagને લઇ લે તો ટ્રેકની વચ્ચેથી કચેરીના કલાર્ક અને GISFSના કર્મચારીઓની જરૂર રહે નહીં.

શેર કરવા અહીં ક્લિક કરો.