Vector illustration of blue medical protective face mask on white background
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ નો ભંગ કરનારા બનાસકાંઠાના ૩૭ રેવન્યુ કર્મીઓને દંડ
બનાસકાંઠા જિલ્લા મહેસુલી કર્મચારી બચત મંડળની રચના સમયે માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સિંગનો ભંગ કરનારા ૩૭ મહેસુલી કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી રૂ.૨૦૦ નો દંડ ફટકારવવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લા મહેસુલી કર્મચારી બચત મંડળીની રચના કરવા પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરીના ૩૭ જેટલા કર્મચારીઓ પાલનપુરના આબુ હાઇવે સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા.
કોરોનાના કહેર વચ્ચે બચત મંડળીની રચનાના નામે એકત્ર થઇ સમૂહ ભોજન લેનાર મહેસુલી કર્મચારીઓ એ સરકારી ગાઈડલાઈનના ધજીયા ઉડાવતાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
દરમિયાન, મહેસુલી કર્મચારીઓની આ હરકત નિવાસી અધિક કલેકટરના ધ્યાને આવતા માસ્ક ન પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પાલનપુર કલેક્ટર કચેરીના ૩૭ જેટલા કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ ૩૭ કર્મચારીઓને રૂ.૨૦૦ નો દંડ ફટકારાયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. જોકે, કોરોનાના કહેર વચ્ચે સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરનાર હોટલ સામે કોઈ પગલાં ન લેવાતા મામલો ચર્ચાની એરણે ચડ્યો છે.
Contribute Your Support by Sharing this News: