રૂ.૧,૧૧,૦૦૦ નો દારૂ પકડાયો,ભિલોડાના અંધારિયા અને ભૂતાવડ ગામે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

           ગરવીતાકાત અરવલ્લીઃ ભીલોડા પોલીસને નાકાબંધી અને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે અંધારિયા અને ભુતાવડ ગામે બે બનાવમાં વગર પરમીટે કિં. રૂ. ૧, ૧૧, ૧૦૦/ – નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બે મો. સા. અને એક ઇન્ડીકા સહીત કુલ કિં. રૂ. ૨, ૪૧, ૧૦૦/ – નો મુદામાલ પકડી એકસાથે બે ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.રાજસ્થાન રાજ્યની હદમાંથી ગુજરાત રાજયમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ઘુસાડવામાં આવે છે. ત્યારે ભીલોડા પીએસઆઇ તથા પોલિસ સાથે ભીલોડા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમ્યાન અંધારીયા ગામ રોડ પરથી પસાર થતી હીરો હોન્ડા મો. સા. નંબર પ્લેન્ડર RJ – 27 – BL . 5435 તથા બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર GJ – 9 – CA – 8597 ની ઉપર વગર પાસ પરમીટનો મુદામાલ જેમાં બોટલ નંગ – ૮૯ કિં. રૂ. ૪૪, ૫૦૦/- નો મુદ્દામાલ તથા બંન્ને મો. સા. ની કિં. રૂ . ૩૦૦૦૦/- મળી કુલ કિં. રૂ. ૭૪, ૫૦૦/- નો મુદ્દામાલ વહન કરી લાવી વાહન મુકી બંન્ને ચાલકો નાસી ગયા હતા. જેઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજા બનાવમાં ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે મળેલ હકિકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે પ્રોહી બુટલેગર રાહુલ રતિલાલ ભગોરા તથા હરેશ ઉર્ફે લાલો રતિલાલ ભગોરા તથા અજય રતિલાલ ભગોરા ફોર વ્હીલ ગાડીમાં ઇંગલીશ દારૂ પોતાના રહેણાંક મકાન આગળ ભરતા હોવાની હકીકત આધારે રેડ કરતા પ્રોહી. લીસ્ટેડ બુટલેગરો નાસી ગયેલ અને ઇન્ડીકા કાર નં . GJ – 1 – HM – 5626 ના ચાલક તથા તેની સાથેનો બીજો ઇસમ (૧) અજય રમેશભાઇ થેરીયાણી ઉ. વ. ૨૮ રહે . મકાન નં . ૫૮ ૯ વોર્ડ કુબેરનગર અમદાવાદ (૨) દિલીપ લાલચંદ ચાવલા ઉ. વ. ૨૬ રહે. મકાન નં. ૪૯/૧ ન્યુ ૯ વોર્ડ કુબેરનગર અમદાવાદ વાળાઓ પકડાઇ ગયેલ જે ઇન્ડીકા કારમાંથી તેમજ મકાનની આગળ બનાવેલ બાથરૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગલીશ દારૂની તેમજ બીયર ટીન પેટી નંગ – ૧૫ મળી કુલ નંગ – ૧૫૬ કિં. રૂ. ૬૬, ૬૦૦/તથા ઇન્ડીકા કાર કિં. રૂ. ૧, ૦૦, ૦૦૦/- મળી કુલ કિં. રૂ. ૧, ૬૬, ૬૦૦/- નો મુદામાલ મળી આવતા જે ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇંગ્લીશ દારૂ વાહન કરી લઇ આવેલ જે ઇન્ડીકા કાર નં . GJ – 1 HM – 5626ના ચાલક તથા તેની સાથેનો બીજો ઇસમ તેમજ હીરો હોન્ડા પ્લેન્ડર મો. સા નંબર RJ – 27 – BL – 5435 તથા બજાજ ડીસ્કવર મોટર સાયકલ નંબર GJ – 9 – CA – 8597 ઉપર વહન કરી લઇ આવતાં બંન્ને ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.