રોયલ એનફિલ્ડના બુલેટ 350 BS 6 અને ક્લાસીક 350 BS 6 ના બાઈકોની કીમતમાં વધારો થયો છે. આ કંપનીએ BS 6 માં પણ અપગ્રેડેશન કર્યુ છે. કંપનીએ બુલેટ 350 BS 6 અને ક્લાસીક 350 BS 6 ના બધા મોડેલોની કીમતમાં વધારો કર્યો છે. જેમાં બુલેટ 350 BS 6 ની કીમંતમાં 2756 રૂપીયા અને ક્લાસીક 350 BS 6 ની કીમતમાં 1838 રૂપીયાનો વધારો કર્યો છે.
જેથી હવે રોયલ એનફિલ્ડના બુલેટ 350 બાઈકની કીમત વધીને 1.27 થી 1.42 સુધી થઈ ગઈ છે.જ્યારે ક્લાસીક 350 બીએસ. 6 ની કીમત 1.61 થી 1.86 લાખે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો – મુકેશ અંબાણીની RIL 15 લાખ કરોડનુ માર્કેટ કૈપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની
રોયલ એનફિલ્ડના બુલેટ 350 BS 6 અને ક્લાસીક 350 બાઈકમાં 346CC સીંગલ સીલીન્ડર,એયર કુલ્ડ BS 6 એન્જીન છે.જે 19.2 BHP પાવર અને 28 NM નુ પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં 5 સ્પીડ ગીયરબોક્સ છે.
આ કિમતોમાં વધારો થયો હોવા છતા બન્ને બાઈકો પોતાના સેગમેન્ટમાં સસ્તી રેટ્રો બાઈકમાં સુમાર છે. કેમ કે રોયલ એનફિલ્ટની બુલેટ 350 ની કમ્પૈર જાવા ક્લાસીક સાથે થાય છે અને ક્લાસીક 350 નો મુકાબલો જાવા ફોર્ટી ટુ સાથે થાય છે.