બાંગ્લાદેશ સામે રોહિત 92 બોલમાં 104 રન બનાવી આઉટ થયો

 વર્લ્ડ કપ 2019માં ભારતના ઓપનર રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. રોહિતે મંગળવારે બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. રોહિત 92 બોલમાં 104 રન બનાવી આઉટ થયો હતો. રોહિતે વન-ડે કારકિર્દીની 26મી સદી ફટકારી છે. આ સદી સાથે રોહિતે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

વર્લ્ડ કપ 2019માં ભારતના ઓપનર રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. રોહિતે મંગળવારે બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. રોહિત 92 બોલમાં 104 રન બનાવી આઉટ થયો હતો. રોહિતે વન-ડે કારકિર્દીની 26મી સદી ફટકારી છે. આ સદી સાથે રોહિતે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

1. વર્લ્ડ કપમાં 4 સદી – રોહિત શર્મા એક વર્લ્ડ કપમાં ચાર સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેણે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે.ગાંગુલીએ 2003ના વર્લ્ડ કપમાં ત્રણ સદી ફટકારી હતી. આ સાથે રોહિતે શ્રીલંકાના કુમાર સંગાકારાની બરોબરી કરી લીધી છે. જેણે 2015ના વર્લ્ડ કપમાં સતત ચાર સદી ફટકારી હતી. 2. ફક્ત સચિન કરતા પાછળ – રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી વધારે સદી ફટકારવાના મામલે બીજા નંબરે છે. ભારતનો દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર 6 સદી સાથે નંબર વન છે. રોહિત શર્મા કુલ પાંચ સદી ફટકારી ચૂક્યો છે, જેમાં ચાર સદી આ વર્લ્ડ કપમાં જ ફટકારી છે.

3. આ વર્લ્ડ કપમાં 500 રનને પાર – સદી સાથે રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં પ્રથમ નંબરે આવી ગયો છે. તે 544 રન સાથે પ્રથમ ક્રમાંકે છે. ડેવિડ વોર્નર 516 રન સાથે બીજા નંબરે છે. વર્લ્ડ કપમાં 500 કરતા વધારે રન બનાવનાર રોહિત શર્મા બીજો ભારતીય છે. આ પહેલા સચિને 1996 અને 2003ના વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી છે.

4. નવો સિક્સર કિંગ – રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે એમએસ ધોનીને પાછળ રાખ્યો છે. ધોનીના નામે 228 સિક્સરો છે. જ્યારે રોહિતના નામે 230 સિક્સરો થઈ ગઈ છે. તેના કરતા આગળ શાહિદ આફ્રિદી (351), ક્રિસ ગેઈલ (326) અને સનથ જયસૂર્યા (270) છે.

5. ત્રીજા વર્ષે 1000 રનને પાર – રોહિત શર્માએ સતત ત્રીજા વર્ષે વન-ડે ક્રિકેટમાં 1000 રન કરતા વધારે રન બનાવ્યા છે. તેણે 2017 અને 2018માં પણ એક હજાર રન પૂરા કર્યા હતા.

Contribute Your Support by Sharing this News: