ઉંઝામાં રહેતા એક વ્યક્તિના ઘરમાં રાત્રીના સમયે લુંટારૂએ ચોરી કર્યાની ફરિયાદ સામે આવી છે. રાત્રીના 12 થી 3.30 કલાકની વચ્ચે તેમના ઘરમાં ચોરી થયાનુ સામે આવ્યુ હતુ. જેમાં લુંટારૂઓ લોખંડની જાળીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી ચાંદી સહીત 1.36 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો – લુંટ વિથ મર્ડર : કડીમાં લુંટારૂએ વૃદ્ધ મહિલાની હત્યા કરી 5.20 લાખ લઈ ફરાર
ઉંઝમાં રાજગઢ રમણવાડી પાસે રહેતા મહેન્દ્રભાઈ જ્યોતીષીનુ કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. જેમના ઘરમાં ગુરૂવારની રાત્રીના સમયે લુંટારૂએ જાળીના નકુચા તોડી પ્રવેશ્યા હતા. દરમ્યાન તેમને તીજોરીનુ લોકરો તોડી તેમા પડેલા ચાંદીના 35 સીક્કા, ચાંદીની ડીશ,ગ્લાસ તથા ચમચી કિમત 10,000/- તથા રોકડ રકમ 1,26,000/- મળી કુલ 1.36 લાખની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે ઉંઝા પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ કલમ 380,457 મુજબ ગુનો દાખલ કરી ઘરફોડ ચોરી કરનારને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.