ખાડામાં રોડ ! કડીના ડરણમોરવા પુલ પરના ગાબડાથી અકસ્માતની ભીતી

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ડરણ મોરવા મણિપુર મેઈન નર્મદા કેનાલ પસાર થાય છે. ત્યાં ગ્રામજનો માટે પસાર થવા માટે કેનાલની ઉપરની બાજુમાં પુલ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ પુલની ઉપરના રોડ પર મસમોટા ગાબડાં જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ગ્રામજનોને ખુબજ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. આ મુખ્ય નર્મદા કેનાલ ઉપર મસમોટા ગાબડાં ઉડીને આંખે વળગી રહ્યા છે. આવી પરિસ્થિતિ છેલ્લા 6 મહિના થી જોવા મળી રહ્યા છે છતાં પણ અહિના તંત્રના પેટ નું પાણી પણ હલતું નથી.

આ પણ વાંચો – નીતીન પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલ કડીની હોસ્પીટલમાં તુરંત સારવાર ન મળતા લોકોમાં રોષ

પુલ ઉપરના ગાબડા તંત્ર જોઈ શકતું નથી કે તે પરિસ્થિતિ ને નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ત્યાં કડી શહેરમાં આવેલ સ્થાનિક ગ્રામ પંચાયતને પોતાના ગામ ને પડતી મુશ્કેલી શું જોવા મળતી નથી કે શું?રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ગ્રાન્ટમાંથી પણ કરોડો રૂપિયા વિકાસના કામો માટે ફાળવવા આવતા હોય છે. આ નર્મદા મુખ્ય કેનાલ ઉપર બનાવેલ પુલ લાગતા વળગતા કોન્ટ્રાક્ટરો ને આપવામાં આવ્યું હશે, કોન્ટ્રાક્ટરે પણ આ પુલની કામગીરીમાં બેદરકારી કરવામાં આવી હશે એવુ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે.

કડીના તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના નામે કામો તો કરવામાં આવે છે પરંતુ તેની જાળવણી કરવામાં આવે છે કે નહીં? આ પરિસ્થિતિ જોઈને અહિ ગામમાં રહેલ સ્થાનિક ગ્રામ પંચાયતના અધિકારીઓ તથા નર્મદા નિગમના અધિકારીઓને પણ  આ નર્મદા કેનાલ પર પડેલા ગાબડાં જોઈ નથી શકતા કે પછી તેને નજર અંદાજ કરી રહ્યા છે એવા સવાલો ઉઠી રહ્યા છે. અહીથી પસાર થતા વાહનોનો ગાબડાના કારણે અકસ્માત સર્જાય અને મોટી જાન હાની થાય એની રાહ જોવાઈ રહી છે? કડી માં ઘોર નિંદ્રામાં રહેલ સ્થાનિક તંત્ર આ પુલની રીનોવેશનની કામગીરી ક્યારે હાથ ધરશે  તે જોવાનું રહી ગયું છે.  નર્મદા કેનાલ પર બનાવેલ પુલ પર પડેલા ગાબડાં ક્યારે પુરવામાં આવશે અને આ ગ્રામજનો ને પડતી મુશ્કેલી તંત્ર દ્વારા ક્યારે ઉકેલ લાવશે એ જોવાનુ રહ્યુ. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.