મહેસાણા જિલ્લાના કડીમાં માર્ગ અને મકાન વિભાગ ની ભ્રષ્ટાચારની બૂમ રાડ : અફલાતુન નહિ આફત રૂપ વિકાસ

શેર કરવા અહીં ક્લિક કરો.

— વરસાદના આગામનથી જ રોડ રસ્તાઓ ધોવાઈ ને ખાડા રાજ માં ફેરવાયા :

— રસ્તાઓ ઉપર ખાડા પડી જતાં વાહનચાલકો ની કમર તુટી જવાની :

— કડી માં વરસાદ શરૂ થતાં ઠેર ઠેર રસ્તામાં ખાડા પડી જતા તંત્રની પોલ ખૂલી ગઈ છે. જોકે, તેનો ભોગ જાહેર જનતા ભોગ બની રહી છે. :

ગરવી તાકાત મહેસાણા : સમગ્ર રાજયમાં વરસાદ નું આગમન થઈ રહ્યું જોવા મળી રહ્યું છે ત્યારે  રાજ્યમાં વરસાદ ની આગાહી પણ ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળી રહી છે. ગરમી ના પ્રકોપ ના કારણે લોકો આતુતાપૂર્વક વરસાદ ની રાહ જોઈ ને બેસી રહ્યા છે અને શરૂઆત ના વરસાદ થી  લોકો ખુશ પણ હતા પરંતુ કડી માં આવેલ માર્ગ અને મકાન વિભાગ ની લાલીયાવાડી જોવા મળતા   સવાલ સરકાર ના રોડ બનાવેલ ઉપર  ખાડા ને લઈને સવાલો ઉઠ્યા છે ત્યારે લોકો માં પણ ખુબજ રોષ વ્યક્ત થયો હતો.
કડી નગપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ ની અત્યંત ખરાબ અને ભયજનક બનેલા રસ્તાઓના મામલે આખરે શાસનતંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે તેવું જોવા મળી રહ્યું છે. લોભીયા અને લાલચી અઘિકારીઓ ને કારણે કડી ની જાહેર જનતા દર ચોમાસું ની ઋતું માં હેરાન પરેશાન જોવા મળી રહી છે. કડી માં તાજેતર માં થોડા મહિના પહેલાં બનાવેલા રોડ રસ્તાઓ ઉપર વરસાદ નું પાણી ફરી વળતા તંત્ર ની પોલમ પોલ ખૂલી રહી છે. કડી પોલીસ સ્ટેશન થી ભાગ્યોદય હોસ્પીટલ ના પાછળ ના ભાગ માં રોડ રસ્તાઓનું કામ થોડાં મહિના પહેલાં જ શરૂ કરી ને માર્ગો નું કામ કાજ કરવામાં આવ્યું હતું પરંતું તંત્ર ની બેદરકારી ને કારણે અને યોગ્ય મટીરીયલ વપરાશ ના કરતા શરૂઆત ના વરસાદમાં જ માર્ગો ધોવાઈ ગયા છે અને ખાડા રાજ માં જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકાર વિકાસ ના કામો ને લઇને અનેક લાખો કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ છતાં અઘિકારીઓ ની મિલીભગત ને કારણે જનતા ને હેરાન થવાનો વારો આવતો હોય છે.
જો તમે કડી થી પોલીસ સ્ટેશનથી પાછળ ના ભાગ ના રોડ ઉપર આવેલ ભાગ્યોદય હોસ્પીટલ જવાના રોડ ઉપર કે અન્ય કડી ના જાહેરમાર્ગો ઉપર થી વાહન લઇને પસાર થવાનું વિચારી રહ્યા છો તો જાહેરમાર્ગો  પરથી પસાર થતાં પહેલા તમારો વીમો ઉતારાવી લેજો. અને જો કોઈ ઈમરજન્સી કામ ન હોય તો આ રસ્તા પરથી પસાર થવાનું ટાળજો.  પણ વાત કંઈક એવી છે કે વરસાદ બાદ આ રસ્તાઓ પર છે ખાડાનું રાજ. રસ્તામાં ખાડા નથી પણ ખાડામાં છે રસ્તા.અમારી વાત જો તમે નહીં માનો અને આ રસ્તા પર વાહન લઈને જશો તો તમારી કમરના મણકા તૂટવાનું નક્કી છે.
કડી નગરપાલીકા અને માર્ગ અને મકાન વિભાગ ના અઘિકારીઓ ની  આંખ ઉઘાડવા અમે આજે તમને લઈ જઈશું કડી ના જાહેરમાર્ગો આસપાસના એવા હાઈવે પર, કે જ્યાં રસ્તાની હાલત છે દયનીય, અને અત્યંત કફોડી હાલત છે અહિંયાથી વાહન લઈ પસાર થતાં લોકોની. અમારા આ મહાઅભિયાનનો ઉદ્દેશ્ય છે આ રસ્તાઓની હાલત સ્થાનીક તંત્ર ને  દેખાડવાની. અમે ઈચ્છીએ છીએ કે ટેક્સ ભરતા, ટોલટેક્સ ભરતા નાગરિકોને સારા રસ્તા મળવા જોઈએ.
જો તમે પણ અમારી આ વાત સાથે સહમત છો તો જોતા રહો અમારું ખાસ અભિયાન રસ્તા ખાડામાં. વરસાદ બાદ જાહેરમાર્ગો તથા હાઈવેની હાલત બહુ જ ખરાબ છે. અથવા એમ કહીયે કે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે.
 તો સાથે સાથે આ ખાડાના કારણે રોડ અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે.
સૌથી ખરાબ હાલત છે ટુ વ્હીલર ચાલકોની, આ ખાડામાં થોડું બેલેન્સ ગયું તો વાહન પણ ધડામ લઈને પડશો ન જાણે કેટલાય લોકો આ રસ્તા પરથી પડી ચૂક્યા છે. ઘણા ના કમર ના મણકા તુટી જવાની સંભાવના જોવા મળી રહી છે.  પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.જાણે કોઈને રસ જ નથી,  આ રસ્તા સારા કરાવવામાં.  હવે તો ચોમાસા પછી રસ્તાનું સમારકામ થશે તો  શું ચોમાસું પતે ત્યાં સુધી વાહનચાલકો અહીંયા થી પસાર થવાની રાહ જુએ.જોવા આ રસ્તો તમને ડિસ્કો કરવા મજબૂર કરશે.
આખું વર્ષ આ રસ્તા પર વાહનોની ભારે ભીડ રહે છે. ભલે તમારી પાસે સ્પોર્ટ્સ કાર હોય, ભલે તમે પૂરપાટ ઝડપે વાહન હંકારવાના શોખીન હોવ, પણ જેવા તમે કડી ના જાહેરમાર્ગો પર પહોંચો છો, તેવી જ તમારા વાહનની સ્પીડ ઓટોમેટિક ઘટી જ  જશે. ઘટી જ જાય આવા રસ્તા પર ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાનું જોખમ કોણ ખેડે
અહિંના રોડની હાલત જોઈ માત્ર એટલું જ કહેવાનું મન થાય કે વાહનચાલકોને ભગવાન જ બચાવે. ટુ વ્હીલર લઈને આ રોડ પરથી હેમખેમ પસાર કરવા મુશ્કેલી ભર્યું છે તો, સારા સારા વાહનચાલકો આ રોડ પર ગોથા ખાઈ જાય છે. ખાડાથી ટાયર ફાટવાના બનાવો પણ અંહી સામાન્ય ઘટના બની છે.
ખાડા તો અહિંના રોડની ખાસિયત બની ગયા છે. લોકો પણ હવે ટેવાઈ ગયા છે અને કડી શહેર એ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતું શહેર બન્યું છે . જેથી આ રસ્તા ઉપર પણ ભારે વાહનોની મોટી માત્રામાં અવરજવર રહે છે.
કડી નગરપાલીકા અને માર્ગ અને મકાન વિભાગ તંત્ર ના અઘિકારીઓ નિદ્રામાં હોય તો જાગે અને આ કડી શહેર ને જોડતા જાહેરમાર્ગો ઉપર જે શરૂઆત ના વરસાદ ના આગમનથી તંત્ર ની પોલ ખૂલી છે. અને આવનારા વરસાદ ને કારણે જાહરે જનતા પરેશાન ના થાય તેના માટે તંત્ર આ રસ્તાઓ ની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સૌ લોકો ની માંગણી ઉઠી છે.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.