આબુરોડથી માઉન્ટ આબુ જવાના રસ્તા પર માર્ગ અકસ્માતની ઘટના : ૩ યુવકોના કરુણ મોત

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત પાલનપુર :  સિરોહી જિલ્લાના આબુરોડથી માઉન્ટ આબુ જવાના રસ્તા પર એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં ગુજરાત રોડવેઝની બસ અને બાઇક વચ્ચેના ભયાનક માર્ગ અકસ્માતમાં ૩ યુવકોના કરૂણ મોત થયા હતા. માઉન્ટ આબુ જતા રોડ પર આવેલા અરાણા હનુમાન મંદિર પાસે આ અકસ્માત ગુજરાત રોડવેઝની બસ માઉન્ટ આબુથી આબુરોડ જઈ રહી હતી.
જ્યારે બાઇક પર સવાર ત્રણ યુવકો માઉન્ટ આબુ જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ માઉન્ટ આબુના ડેપ્યુટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોના મૃતદેહને માઉન્ટ આબુની સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. સાથે જ મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : પ્રહલાદ મીણા – પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.