સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. આર. એમ. ચૌહાણની ગુજરાત સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવતા તેઓના અભિવાદન સમારંભનું આયોજન સરદાર કૃષિનગર ખાતે કોવિડ-19 ની ગાઈડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી અધિકારીઓ વિવિધ સંશોધન કેન્દ્રના વડા અને યુનિવર્સિટીના તમામ અધિકારીઓ/કર્મચારી મંડળોના પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અભિવાદન સમારંભમા સંશોધન નિયામક ડૉ. આર. એન. સિંગ, કુલસચિવ ડૉ. કે. કે.પટેલ તથા વેટરનરી કોલેજના આચાયૅ ડૉ. ડી. વી. જોશી અને વિવિધ મંડળોના પ્રમુખોએ તેમના વકતવ્યમાં ડૉ. આર. એમ. ચૌહાણની કુલપતિ તરીકેની વરણીને આવકારી તેમના સફળ નેતૃત્વને કારણે આ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં આવતા કૃષિ સંશોધન, કૃષિ વિસ્તરણ અને કૃષિ શિક્ષણની પ્રવૃતી વેગવાન બનશે તથા આ યુનિવર્સિટી સિદ્ધિના સોપાનો સર કરશે તેવી આશા વ્યક્ત કરેલ હતી.

યુનિવર્સિટીની મહાવિધાલયોના આચાર્યો વતી ડૉ. એ. યુ. અમીન તથા પોલિટેકનિકસના આચાર્યો વતી ડૉ. એમ.એ. તુવરે તેમના વકતવ્યમાં ડૉ. આર.એમ.ચૌહાણમાં રહેલા વ્યવસ્થાપન અને સફળ નેતૃત્વંના ગુણને લીધે યુનિવર્સિટીની પ્રગતિ થશે તેમ જણાવ્યુ હતું.
રાઈ-દિવેલા સંશોધન કેન્દ્રના વડા ડૉ. એ. જી. દેસાઇએ જણાવ્યું કે ડૉ. ચૌહાણ સરદારકૃષિનગર ખાતે ખેતીવાડી અધિકારી તરીકે નિમણુંક પામી યુનિવર્સિટીના અધિકારી તરીકે તમામ જગ્યાઓ ઉપર ફરજો બજાવેલ હોવાથી આ યુનિવર્સિટીની સમગ્ર પરિસ્થિતિથી વાકેફ છે તેથી તેમના નેતૃત્વમાં યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં ઉમેરો થશે.
કુદરતી સંશોધન અને વ્યવસ્થાપન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. બી. એસ. દેવરાએ તેમના વક્તવ્યમાં ડૉ. ચૌહાણના થરાદ કોલેજના નિર્માણમાં રહેલ યોગદાનને યાદ કરી જણાવ્યું કે આ યુનિવર્સિટી પાસે ઘણા રીસોર્સીશ છે તેનો સદઉપયોગ કરી આ યુનિવર્સિટીના કાર્યોની ભારત તથા વિશ્વ કક્ષાએ નોંધ લેવાશે.