માણાવદરમાં રસાલા ડેમ ઉપર 24 કરોડના ખર્ચે બનશે રીવરફ્ન્ટ 

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત, જુનાગઢ

માણાવદરમાં રસાલા ડેમ ઉપર 24 કરોડના ખર્ચે બનશે રીવરફ્ન્ટ 

માણાવદર શહેરમાં રાજય સરકાર દ્રારા રીવર ફન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રીવર ફન્ટ નું ટેન્ડર પણ બહાર પડી ગયું છે ટેન્ડરમાં તેની કિંમત 24,34,49,697 અંદાજવામાં આવી છે માણાવદર ના રાજાશાહી વખતમાં નવનાલા તરીકે ઓળખાતા પુલથી લઈ રસાલા ડેમ સુધીનો કાંઠો આ પ્રોજેક્ટ હેઠળ વિકસાવાશે માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા કેબિનેટ મીનીસ્ટર બન્યા બાદ માણાવદરને મળેલું સૌથી મોટું નજરાણું છે. એમ માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરસુખભાઇ ગરાળા એ જણાવ્યું હતુ. 

આ પણ વાંચો – રૂપાણી સરકાર :રાજ્યમાં હવે 70 માળની ઈમારતોનુ પણ નીર્માણ થઈ શકશે

ગુજરાત પ્રવાસન નિગમ લી.દ્વારા આ રીવર ફન્ટ માણાવદર શહેરમાંથી પસાર થતી ક્ષારવતી નદીના કાંઠે બનાવવામાં આવનાર છે. આ અંગે જવાહરભાઈ ચાવડા એ જણાવેલ છે કે જૂનાગઢ જિલ્લામાં કયાંય પણ રીવર ફન્ટ નથી અને માણાવદરમાં એવું કાંઈ નથી જેના પર લોકો ગર્વ લઇ શકે આથી એક ફરવાનું સ્થળ આપવાનો આ પ્રયાસ છે તેમ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા એ જણાવ્યું હતુ .
માણાવદર શહેરના લોકો પરિવાર સાથે આનંદથી સમય પસાર કરી શકે એવા સ્થળનું નિર્માણ આકાર લઇ રહયું છે એમ માણાવદર તાલુકા ભાજપ મહામંત્રી જગદીશભાઇ મારૂ અને કિરણભાઈ ચૌહાણે જણાવ્યું હતુ. 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.