મોડાસા શહેરના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર રખડતા પશુઓ થી અનેકવાર અકસ્માતની ઘટનાઓ બની છે નગરપાલિકા તંત્ર રોડ અને રસ્તા પર રખડતા.

ગરવીતાકાત,અરવલ્લી: પશુઓને પાંજરે પુરાવામાં નિષ્ફળ રહેતા નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ પશુઓની અડફેટે અકસ્માત નો  ભોગ બની રહ્યા છે મોડાસા શહેરના માલપુર રોડ પર બે ગધેડાઓએ તોફાન મચાવતા રોડ પરથી પસાર થતી રિક્ષાને અડફેટે લેતા રીક્ષા પલ્ટી જતા રિક્ષામાં બેઠેલ ૪ મહિલાઓના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા પશુની અડફેટે અકસ્માતમાં રીક્ષા પલટી જતા આજુબાજુથી દોડી આવેલા વાહનચાલકો અને રાહદારીઓમાં શહેરના માર્ગો પર રખડતા પશુઓને પાંજરે પુરવામાં આવેની ઉગ્ર માંગ કરી હતી શહેરના જાગૃત નાગરિકે નગરપાલિકા પ્રમુખ પ્રણવ પારેખને અકસ્માતની ઘટના પછી રખડતા પશુઓ અને પશુપાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: