ગરવી તાકાત મહેસાણા : મહેસાણા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના કાર્યપાલક ઇજનેરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મહેસાણા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), મહેસાણા દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે.

ત્યારે ચોમાસુ હળવું થતાં વિસનગર મહેસાણા તથા વિસનગર – ગાંધીનગરને જોડતા લીંક રોડ પર રીસરફેસીંગનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા.

રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરવાના દિશાનિર્દેશોના પગલે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રોડ મેઈન્ટેનન્સ અંતર્ગત મહેસાણા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ જરૂરિયાત અનુસાર માર્ગ મરામત અર્થે ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે.


