ગરવી તાકાત મહેસાણા : ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 147.20 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર મહેસાણા શહેર મોઢેરા ચાર રસ્તા ખાતે નિર્મિત “સરદાર પટેલ અન્ડરપાસ” બનાવાયો છે. આ અંડરપાસના નિર્માણ પ્રસંગે સુચારૂ કામગીરીના ભાગ રૂપે મોઢેરા ચાર રસ્તા ખાતે સરદાર પટેલની પ્રતિમાને દુર કરાઇ હતી.
અંડર પાસના નિર્માણ બાદ આ ભવ્ય પ્રતિમાનું પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પદાધિકારીઓ તેમજ એસ.પી.જી ગ્રુપના સભ્યોની હાજરીમાં પુન સ્થાપન કરાયું હતું
આ પ્રસંગે પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલ અંડરપાસના નિર્માણની કામગીરી અર્થે સરદાર પટેલની પ્રતિમાને ખસેડાઇ હતી.જે આજે નિર્માણ પુરૂ થતાં ભવ્ય પ્રતિમાનું ફરીથી પુન સ્થાપન કરાયું છે જે મહેસાણા માટે ગૌરવ સમાન છે.