ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેરમાં આવેલ લક્ષ્મીપુરા ફાટક છેલ્લા ૨૫ દિવસ ઉપરાંત બંધ કરી દેવામાં આવી છે જ્યાં હાલમાં શાળાઓ શરૂ થતા બાળકોને ખુબ તકલીફ પડી રહે છે જેને લઈ ફાટક ખોલવા ગ્રામજનોએ શુક્રવારે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો ફાટક ખોલવામાં નહીં આવે તો ગ્રામજનો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
પાલનપુર લક્ષ્મીપુરા ફાટક બંધ હોવાના કારણે ઘણાલોકોને હેરાન થવાનો વારો આવ્યો છે એક બાજુ પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે બીજું ફાટક બંધ હોવાના કારણે શહેરીજનો તેમજ ગ્રામજનોએ બજારમાં આવવા ફરીને આવવા મજબુર બન્યા છે એવામાં હાલમાં શાળાઓ શરૂ થઈ છે જેના કારણે બાળકો ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે જેને લઈ તત્કાલીક ફાટક ખોલવામાં નહિ આવે તો ગ્રામજનોએ ભેગા મળી ઘરણા યોજી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર