કોરોના મહામારી વચ્ચે ગુજરાતના 9 IASની બદલી

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોનાના કપરાકાળમાં ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય એક તરફ કોરોના સંકટથી પસાર થઈ રહ્યું છે ત્યાં ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં બે જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યા છે. IAS એ.એમ.શર્મા હવે ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવશે જ્યારે સાબરકાંઠા જિલ્લાને પણ નવા કલેક્ટર મળ્યા છે. IAS એચ.કે.કોયાને સાબરકાંઠાના કલેકટર તરીકે જવાબદારી આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા-હિંમતનગરના કલેક્ટરની વધારાની જવાબદારી અત્યાર સુધી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ નિભાવી રહ્યા હતા. જેમના સ્થાને હવે કલેક્ટર તરીકે એચ કે કોયા જવાબદારી સંભાળશે. એચ.કે.કોયા હાલમાં સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આ સિવાય AM શર્માને ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે જવાબદારી આપવામાં આવી છે, આ પદની જવાબદારી અત્યારે હરજીભાઈ એડિશનલ ચાર્જ નિભાવી રહ્યા હતા.

 આ સાથે જ રાજ્યના સાત IAS અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર DDOની જવાબદારી આપી છે. જેમાં  ડી.ડી.કાપડિયાને વ્યારાના DDO, કે.ડી.લાખાણીની મહિસાગરના DDO તરીકે તથા ડી.એસ.ગઢવીને સુરતના DDO, કે.એલ.બચાણીને ખેડાના DDO કરાઇ બદલી કરાઇ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.