વિસનગર નગરપાલીકા દ્વારા માર્કેટમાં પોતાના મળતીયાઓને સાવ સસ્તા ભા઼ડે કેબીનો આપ્યા હોવાનુ ખુલ્યુ છે. જેમાં પાલીકાના સત્તાધારીઓ પાસેથી નજીવી કિંમતે કેબીનો લઈ તેને ઉંચા ભાવે ભાડેથી આપવાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે. આ સીવાય કલેક્ટરની પરમીશન વગર જ કાચા કેબીનમાંથી પાકા કેબીન ઉભા કરી દેવામાં આવ્યા છે. આ તમામ કૌભાંડ બાબતે નગરપાલીકાના સત્તાધીશો દ્વારા પોતાની આર્થીક લાલચે આંખઆડા કાન કરવામાં આવી રહ્યા છે.
વિસનગર શહેરમાં આવેલ જી.ડી.ત્રણ રસ્તા, મેઈન બજાર, બસ સ્ટેન્ડ રોડ સહીતના માર્ગે પર આવેલ અનેક કેબીનોને નગરપાલીકાએ ટોકન ભાવે સોંપ્યા છે. જેની કીંમત 100 રૂપીયા કરતા પણ ઓછી આંકવામાં આવી હતી પરંતુ હવે તેને વધારી 150 રૂપીયા કરવામાં આવી છે. પાલીકા દ્વારા પોતાના મળતીયાઓને સાવ સસ્તા ભાવે કેબીનો સોંપી ભ્રષ્ટાચાર આચરતા હોવાનુ ખુલ્યુ છે. પાલીકા પાસે 100 થી 150 રૂપીયામાં કેબીન ભાડે લઈ મળતીયાઓ 20 થી 25 હજારમાં પેટા ભાડે આપી દેવાનુ ખુલ્યુ છે. નીયમ મુજબ જો કોઈ વ્યક્તિ પાલીકા પાસેથી પ્રોપર્ટી ભાડેથી લઈ પેટાભાડે આપે તો ભાડાકરાર રદ થઈ જતો હોય છે. પરંતુ સત્તાધારીઓની રહેમરાહે વિસનગરમાં આ ગોરખધંધો ધમધમી રહ્યો છે. જો પાલીકા દ્વારા આ કેબીનો પરત લઈ માર્કેટ ભાવે અથવા વ્યાજબી ભાવે પણ ભાડેથી સોંપે તો કરોડોની આવક થઈ શકે એમ છે.
વિસનગર પાલીકાના હદ વિસ્તારમાં લગભગ આવી 1000 કરતા પણ વધારે કેબીનો આવેલી છે. જેમાં સુત્રો દ્વારા જાણવા મળેલ કે અંદાજીત 500 કરતા પણ વધારે કેબીનો એવી છે જેને પેટાભાડે સોંપી દેવામાં આવી છે. આ પેડાભાડાથી તેઓ એક કેબીન પર માસીક 20થી 25 હજાર રૂપીયા વસુલી રહ્યા છે. જો નગરપાલીકા આ ભાડા કરાર રદ બજાર કીમંતે અથવા વ્યાજબી ભાવે પણ કેબીનો ભાડેથી આપાવમાં આવે તો કરોડોની આવક થઈ શકે એમ છે. પરંતુ નગરપાલીકાના સત્તાધીશો પોતાના ખીસ્સા ભરવા નગરપાલીકાની તીજોરીને ભારે-ભરખમ નુકશાન પહોંચાડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિસનગર શહેરમાં આવેલ અનેક કેબીનોનુ કાચામાથી પાકુ બાંધકામ કરી દેવાયુ છે તે બાંધકામ માટે કોઈ પણ પ્રકારની પરમીશન પણ લેવામાં નથી આવી. જેના માટે કલેક્ટર પાસેથી પરમીશન પણ લેવામાં નથી આવી. કલેક્ટરની પરમીશન વગર જ આ પાકા બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હોવા છતાં તેની વિરૂધ્ધ કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. જે દર્શાવે છે કે વિસનગરના સત્તાધીશો પણ આ ગેરકાનુની બાંધકામોના ભ્રષ્ટાચારમાં સામેલ છે એવુ ચર્ચાઈ રહ્યુ છે.