મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાયિકા-પદ્મશ્રી અનુરાધા પૌંડવાલ અને ગાયિકા વર્ષાબેન ત્રિવેદીને તાના-રીરી સન્માન એવોર્ડ અપાયો
વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતે પ્રસિદ્ધ ગાયિકા અને પદ્મશ્રી અનુરાધા પૌંડવાલ તેમજ ભાવનગરના ગાયિકા વર્ષાબેન ત્રિવેદીને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરી શુભેચ્છા આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા સાધના સરગમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે એટલે કે વિજેતા બંને કલાકારોને મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૨.૫૦ લાખ- રૂ. ૨.૫૦ લાખ એમ કુલ રૂ. ૫ લાખની ઇનામી રકમ ચેક સ્વરૂપે એનાયત કરાઇ હતી.
તાનારીરી એવોર્ડ પ્રથમ વર્ષે ૨૦૧૦-૨૦૧૧ માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મેંગેશ્કરને,બીજા વર્ષે ૨૦૧૧-૨૦૧૨માં પદ્મભૂષણ ગિરીજાદેવીને,૨૦૧૨-૨૦૧૩માં કિશોરી અમોનકર,૨૦૧૩-૨૦૧૪માં બેગમ પરવીન સુલતાના,૨૦૧૪-૨૦૧૫માં સ્વર યોગીની ડો,પ્રભા અત્રે, ૨૦૧૫ – ૨૦૧૬ માં વિદુષી મંજુબહેન મહેતા અમદાવાદ અને ડો લલીત જે રાવ મહેતા બેંગ્લોરને, ૨૦૧૬-૨૦૧૭નો એવોર્ડ પદ્મશ્રી આશા ભોંસલને,૨૦૧૭-૨૦૧૮નો સંયુક્ત રીતે પદ્મભૂષણ ડો.શ્રીમતી એન.રાજમ અને વિદુષી રૂપાંદે શાહને અને ૨૦૧૮-૨૦૧૯નો સંયુક્ત રીતે અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને અર્પીત કરાયો હતો
આ મહોત્સવમાં અનુંરાધા પૌંડવાલ, સાધના સરગમની સાથે અભિષેક જોષી, પૃથ્વી કડી, , વર્ષાબેન ત્રિવેદી, પંડિત વિજયકુમાર ગંગાધર સંત,શીતલ બારોટ નૃત્યકલા એજ્યુકેશન ટ્રસ્ટના કલાકારો સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.
આ મહોત્સવમાં વડનગરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદામીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ,ધારાસભ્ય સર્વે ડો આશાબેન પટેલ,અમજલમજી ઠાકોર,રમણભાઇ પટેલ,ઋષિકેશભાઇ પટેલ,નર્મદા નિગમના ડિરેક્ટર વી.વી.રાવલ જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિના વાઇસ ચાઇન્સલેર વોરા સહિત અધિકારીઓ,પદાધિકારીઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંગીત મહોત્સવમાં કલારસિકો સંગીત,મર્મજ્ઞો અને તાલના સમર્થકો કલાકારોના સ્વર અને સૂરમાં તલ્લીન બની ગયા હતા.