પાલનપુર પાલિકાના કોન્ફરન્સ હોલમાં વેપારીઓને સમજાવવામાં આવ્યા, સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા
પાલનપુર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાની સાથે જ વેપારીઓએ દિલગીરી બતાવી સ્વયંભૂ લોક ડાઉન જાહેર કરી દીધું હતું અને કોરોના સંક્રમણની ચેન તોડવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારબાદ સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કરી મીની લોકડાઉન જાહેર કરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કરતાં હવે વેપારીઓ આ બાબતે રોષે ભરાયા છે. અને દુકાનો ખોલવા દો અથવા તો સંપૂર્ણ લોક ડાઉન કરો તેવો મેસેજ સોશીયલ મીડિયામાં વાઇરલ કરી આ બાબતે મેસેજ બાદ વેપારીઓએ એકઠા થયાં હતા.
વેપારીઓનું ટોળુ પાલનપુર નગરપાલિકા ખાતે પહોંચતા સમજાવટ બાદ પરત ફર્યુ
વેપારીઓ બગીચામાં મીટીંગ યોજે મીટિંગ યોજે તે પહેલા જ પોલીસ આવી પહોંચતા વેપારીઓ નગરપાલિકા પહોંચ્યાં હતાં. જ્યાં પોતાની માંગ રજૂ કરતા પાલનપુર નગર પાલિકાના કોન્ફરન્સ હોલમાં એકથી એસડીએમ સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં વેપારીઓને સમજાવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં હતાં જેમાં રાજ્ય સરકારના આદેશ પર હાલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થઈ શકે તે રીતે વેપારીઅોને સમજાવી ત્યાંથી પરત મોકલવામાં આવ્યાં હતા. જોકે વેપારીઓનું ટોળું નગરપાલિકા કચેરી ખાતે પહોંચી જતાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયાં હતાં.