શંખલપુરમાં આવેલા ટોડા બહુચર માતાજીના મંદીરે સાતમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સાથે નવચંડી મહાયજ્ઞ અને અખંડ આનંદના ગરબાની 24 કલાકની મહાધુનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે દૂર-દૂરથી માં બહુચરના ભક્તો દર્શનાર્થે ઉમટી પડશે. સાતમો પાટોત્સવ મહા સુદ 8ને રવિવારે તા-2-2-2020ના રોજ યોજાનાર હોવાથી મંદીરને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે. મહેસાણા જીલ્લા બેચરાજી તાલુકાના શંખલપુરમાં આવેલ માં બહુચરના સાંનિધ્યમાં સાતમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. બાલાત્રિપુરા સુંદરી બહુચર માતાજીના શંખલપુર ગામે આવેલા 5200 વર્ષ પ્રાચિન આધસ્થાનકમાં મૈયાને મૂર્તિરૂપે બિરાજમાન કર્યોનો 7માં પાટોત્સવ મહા સુદ 8ને રવિવારે તા-2-2-2020ના રોજ યોજાનાર છે. આ નિમિત્તે નવચંડી યજ્ઞ અને 24 કલાક આનંદના ગરબાની મહાધુન સહિતના ધાર્મિક કાર્યક્રમાંનું આયોજન કરાયું છે. પાટોત્સવને લઇ મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી સજાવટ કરવામાં આવી છે.

સમગ્ર મામલે ટોડા બહુચરાજી માતાજી મંદિર શંખલપુર ટ્રસ્ટ્રી મોહનભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે, રાજ રાજેશ્વરી બહુચરાજી મૈયાના સાતમાં પાટોત્સવ પ્રસંગે રવિવારે 9 વાગે નવચંડી યજ્ઞનો પ્રારંભ થઇ પૂર્ણાહુતી સાંજના 4.30 કલાકે થશે. આ સાથે અખંડ આનંદના ગરબાની 24 કલાકથી મહાધૂન પણ યોજાશે. જેનો પ્રારંભ સવારે 10 કલાકે થશે અને પૂર્ણાહુતી બીજા દિવસે સોમવારે સવારે 10 વાગે થશે. આનંદના ગરબાની મહાધુનમાં રાજ્યભરમાંથી 150થી વધુ ગરબા મંડળો ભાગ લેનાર છે.