“હેલો ગુજરાત” નામના પુસ્તકનુ આજે ગુજરાત અર્બન કો ઓપરેટીવ ફેડરેશન, અમદાવાદ ખાતે વિમોચન થયું જેના લેખકો આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા માધ્યમકર્મી દંપતિ મનીષા શર્મા અને સરસ્વતીચંદ્ર આચાર્ય છે. પુસ્તક ‘હેલો ગુજરાત‘નાં વિમોચન પ્રસંગે ઘણાં ભાવસભર દ્વશ્યો સર્જાયા. હેલો ગુજરાત પુસ્તક દીર્ઘ મિડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેનું વિમોચન પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ,વરિષ્ઠ પત્રકાર અને પ્રસિદ્ધ લેખકે કર્યું . નિલેશભાઇ ધોળકિયા કાર્યક્રમના સુત્રધાર હતા. કાર્યક્રમને ગુજરાતી બુક કલબ દ્વારા આવકારવામાં આવ્યો .
સરસ્વતીચંદ્ર અને મનીષા એ આ પ્રસંગે જણાવ્યું કે હૅલો ગુજરાત પુસ્તકમાં સમાવાયેલા લગભગ બધા ગુજરાતીઓમાં અમને સર્વસામાન્ય વાત એ લાગી કે, તમામે કારકિર્દીમાં સંઘર્ષ કર્યો છે અને વિવિધ તબક્કે તેમની સામે અવરોધો પણ આવ્યા. આ અવરોધોએ તેમને રોક્યા પણ અટકાવી શક્યા નહિ! મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ તેમણે કોઈને કોઈ માર્ગ શોધી કાઢ્યો અને સફળ થયા. સફળતા મેળવ્યા બાદ પણ આ લોકોએ આમઆદમીની મુશ્કેલીઓને સમજી શકવાની સંવેદના જાળવી રાખી છે!
કાર્યક્રમની આભાર વિધિ કરતાં મનીષા શર્માએ જણાવ્યું હતું કે કોઇપણ કાર્યક્રમને સફળ બનાવામાં જો કોઇ સૌથી મહત્વની જરુરિયાત હોય તો એ છે કાર્યક્રમ સ્થળ. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન દ્વારા અમારા પુસ્તક ‘હેલો ગુજરાત‘ માટે શ્રેષ્ઠ વિમોચન સ્થળ અમને અતિસન્માનનીય આર.એન. જોશી (Retd IAS) સાહેબ દ્વારા પ્રાપ્ત થયું તે બદલ તેમના હૃદયપૂર્વકના આભારી છીએ . ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશનના આ હોલમાં અદ્યતન કહી શકાય તેવી બધી જ સુવિધાઓના લીધે આખો કાર્યક્રમ સુચારુ રુપે સંપન્ન થયો હતો.
સ્વર્ણિમ ગુજરાત વર્ષ 2010માં એક ગ્રંથથી કરેલો પ્રારંભ ક્રમશઃ ગ્રંથયાત્રા બની ગઈ છે, જે દર વર્ષે ગુજરાતી નાયકોને નવાજતો રહેશે !
આ વખતની આવૃત્તિમાં નિમિત્ત ઓઝા (ડોક્ટર બાય પ્રોફેશન ઓથર બાય પેશન), ત્રિવેણી આચાર્ય (રિયલ મર્દાની), આર.એન. જોષી (Retd. IAS)-વહીવટની વાતો, અમી મોદી(એનર્જી રીડર અને કાર્મિક હીલર), સુભાષ ત્રિવેદી (જાંબાઝ આઈ.પી.એસ. અધિકારી), નિકી શાહ(સોશિયલ ઇન્ફલુન્સર) મલ્લિકા મુખર્જી (બહુભાષી લેખિકા) દેવેન્દ્ર આચાર્ય (પ્રોફેસર, માર્ગદર્શક, વક્તા અને તત્ત્વચિંતક), જલ્પા કાછીયા (યોગ સિદ્ધિ), ઉમાશંકર યાદવ (અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલના સ્થાપક),અનાર મહેતા (સોશિયલ ઈન્ટરપ્રિનોર),અલ્પેશ શાહ
(સમાજસેવી દિવ્યાંગ), ડો.શીતલ પંજાબી(દાક્તરી સેવા દ્વારા સમાજ સેવા)પદ્મશ્રી ડૉ. વિષ્ણુ પંડ્યા (વરિષ્ઠ પત્રકાર), ડૉ.દક્ષા જોષી(હિંદી ભાષા પ્રચારક આંતરરાષ્ટ્રીય સ્તરે), જશુભાઈ પટેલ (એન.આર.આઈ. કવિ), ડૉ. કલ્પના સતીજા (અર્થશાસ્ત્રી), પિંકલ ભટ્ટ (ક્લિનિકલ હિપ્નોસીસ કાઉન્સેલર),ડૉ.વનિતા વ્યાસ (વિદેશ અભ્યાસ સ્વપ્ન સાકાર કરતા માનુની), મલ્હાર ઠાકર (ગુજરાતી ફિલ્મોના યુવા અભિનેતા) સામેલ છે.