કોવિડ-19ના કારણે અવસાન પામેલા કલાકારોના પરીજનોએ સહાય માટે જીલ્લાના રમત ગમત અધિકારી કચેરીનો સંપર્ક કરવો   

શેર કરવા અહીં ક્લિક કરો.

કોવિડ-19 ના કારણે અવસાન પામેલા કલાકારોને સરકાર તરફથી આર્થિક સહાય આપવાની બાબત વિચારણમાં છે. આ અંગે સરકારે કેટલીક શરતો સાથે સહાય આપવાની જાહેરાત કરી છે. જેમાં જણાવાયુ છે કે,  છેલ્લા 2 વર્ષથી કોવિડ-19 મહામારીના કારણે જે કલાકારોએ નૃત્ય, નાટ્ય, પપેટ્રી,લોકકલા, ચિત્રકલા, શિલ્પ, સ્થાપત્ય, ગ્રાફિક્સ, જેવી એક કે વધુ કલાના ક્ષેત્રોમાં ઓછામાં ઓછુ 10 વર્ષનું કે તેથી વધુ યોગદાન આપેલ હોય, જેઓની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2 લાખ સુધીની હોય અને કોવિડ-19 ના કારણે અવસાન પામેલ હોય તેવા કલાકારોની વિગતો તેઓના પરીવારના સભ્યો દ્વારા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને મરણ પામેલ કલાકારનુ નામ, સરનામા, મોબાઈલ નંબર, ઉંમર, મરણ સર્ટીફીકેટ, કલાકાર હોવાના પુરાવા, અને આવકના દાખલા સાથે જરૂરી ડોક્યુમેન્ટ તારીખ 30 જુલાઈ 2021 ના કલાક 12.00 સુધીમાં જમા કરાવવાના રહેશે.

આ પણ વાંચો – વિજય રૂપાણી, નિતીન પટેલના નેત્વૃત્વમાં 5 વર્ષ પર્ણ થતાં રાજ્યમાં 1 થી 8 ઓગસ્ટ દરમ્યાન સરકારી ખર્ચે ઉજવણી કરાશે !

આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કલાકારનું મૃત્યુ કોરોનાના કારણે જ થયેલું હોવું જોઈએ. બીજા કારણોથી મૃત્યુ થયેલ હશે તેમની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આર્થિક સહાય ચૂકવવાની મંજૂરી મળશે તો કચેરી દ્વારા જાણ કરવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.