રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન 2020-21 અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની આગામી તા.16 ઓક્ટોબરથી તા.31 ડીસેમ્બર, 2020 દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે 92, મકાઈ માટે 61 અને બાજરી માટે 57 જેટલા ગોડાઉન કેન્દ્રો/એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે ખરીદી કરવામાં આવી રહી છે. જેની મુદ્દત વધારી 10 નવેમ્બર સુધી કરવામાં આવી છે.
આ પણ વાંચો – ખેડુતોની આવકમાં વધારો થાય એ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ : વિભાવરીબેન દવે
ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવમાં ડાંગર (કોમન)રૂ.1868/-પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂ 1888/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. 1850/- પ્રતિ કિવન્ટલ, બાજરી માટે રૂ. 2150/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યો હતો. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સંબંધીત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ અંગે જાણકારી મળી હતી. નાગરીક પુરવઠા વિભાગે વધુમાં જણાવ્યુ હતુ કે એમએસપી દ્વારા ખરીદી કરતા સંબધીત કેન્દ્રો ઉપર 10 નવેમ્બર સુધી વેચાણની મુદ્દત વધારવામાં આવી છે. જેમાં ડાગર,મકાઈ,બાજરી જેવા પાકોની ખરીદી કરવામાં આવશે.