અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ભાવનગરની સહકારી હાઉસીંગ સોસાયટીઓ સંબંધી ઓડીટમાં હોદ્દેદારો દ્વારા રેકર્ડ રજુ નહી કરાતા, રજીસ્ટ્રારે નોટીસ ફટકારી

August 13, 2021
Housing Society

મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર(હાઉસીંગ), સહકારી મંડળીઓ, ભાવનગર તરફથી જણાવ્યાં અનુસાર ભાવનગર જિલ્લાની  ઉર્મિ કો.ઓ.હા.સો.લી,  વિશાલ કો.ઓ.હા.સો.લી,  પરમાઆનંદ કો.ઓ.હા.સો.લી,  નેહરૂનગર કો.ઓ.હા.સો.લી, ભાવનગરપરા હરીજન કો.ઓ.હા.સો.લી,  મદિના કો.ઓ.હા.સો.લી,  ઇશ્વરકૃપા કો.ઓ.હા.સો.લી,  સિધ્ધિ કો.ઓ.હા.સો.લી,  ભાવેશ એપાર્ટમેન્ટ કો.ઓ.હા.સો.લી,  બળવંતરાય મહેતા કો.ઓ.હા.સો.લી,  અમરલાલ કો.ઓ.હા.સો.લી,  ઓમકારેશ્વર કો.ઓ.હા.સો.લી,  કૃણાલ કો.ઓ.હા.સો.લી,  ગુલાબ કો.ઓ.હા.સો.લી અને શ્રી મંગલા કો.ઓ.હા.સો.લી સહકારી હાઉસીંગ સોસાયટીઓની ઓડીટ કામગીરી હાથ ધરી પુર્ણ કરવાં માટે પુરતાં પ્રયત્નો હાથ ધરવાં છતાં જે તે સંસ્થાનાં હોદેદારો દ્વારા ઓડીટની કામગીરી હાથ ધરવા માટે ઓડીટર સમક્ષ રેકર્ડ રજુ થયેલ નથી.

આ પણ વાંચો – છાપી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઉપર ધોકાથી હુમલાનો પ્રયાસ – ભ્રષ્ટાચારની ફરિયાદ કરાતા થયો હુમલો !

આથી જાહેર નોટીસ દ્વારા લાગતા વળગતા (હક્ક/ હિત ધરાવતી વ્યકતિ/ સંસ્થાઓ સહિત) તમામને જણાવવામાં આવ્યુ છે કે સહકારી હાઉસીંગ સોસાયટીઓ સંબંધી આપને જો કોઇ રજુઆત કરવી હોય તો જાહેર નોટીસ પ્રસિધ્ધ થયાં તારીખથી દિન-30 માં મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર(હાઉસીંગ), સહકારી મંડળીઓ, ભાવનગરને લેખિતમાં રજુઆત મોકલી આપવી. નહી તો ત્યારબાદ સહકારી મંડળીઓના કલમ-20 અન્વયે સહકારી મંડળીઓની નોધણી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવુ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (હાઉસીંગ) દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
2:25 am, Jan 24, 2025
temperature icon 14°C
clear sky
Humidity 42 %
Pressure 1014 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 9 mph
Clouds Clouds: 3%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0