શાઓમીએ નવા ત્રણ સ્માર્ટફોન  Redmi 9, Redmi 9A, Redmi 9C લોન્ચ કર્યાં છે.  

 ચીનની કંપની શાઓમીએ બુધવારે ગ્લોબલ માર્કેટમાં એક સાથે પોતાની 9 પ્રોડક્ટ ઉતારી છે. તેમાં Mi Smart Band 5, Electric Scooter, TV Stick સહિત ત્રણ નવા સ્માર્ટફોન પણ સામેલ છે. કંપનીએ રેડમી 9 સિરીઝના સ્માર્ટફોન  Redmi 9, Redmi 9A અને Redmi 9C રજૂ કર્યાં છે. આ ત્રણેય સ્માર્ટફોન પાવરફુલ પ્રોસેસર અને પ્રીમિયમ ફીચર્સની સાથે પોષણક્ષમ ભાવની સાથે લાવવામાં આવ્યા છે. રેડમી 9એની શરૂઆતી કિંમત 99 યૂરો (આશરે 8500 રૂપિયા), રેડમી 9Cની શરૂઆતી કિંમત 119 યૂરો (આશરે 10,200 રૂપિયા) અને રેડમી 9ની શરૂઆતી કિંમત 149 યૂરો (12,800 રૂપિયા) છે. તો આ સ્માર્ટફોનના ફીચર વિશે જાણીએ.

રેડમી 9 સ્પેસિફિકેશન
સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં મીડિયાટેક હેલિયો G80 પ્રોસેસર અને  5020mAh ની બેટરી મળે છે જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેના બે મોડલ 3GB + 32GB અને  4GB + 64GB આવે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો ક્વોડ રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

રેડમી 9C સ્પેસિફિકેશન
સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે મળે છે. ફોનમાં મીડિયાટેક હેલિયો G35 પ્રોસેસર અને 5000mAhની બેટરી મળે છે. તેના બે મોડલ  2GB + 32GB અને 3GB + 64GB આવે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે.

રેડમી 9A સ્પેસિફિકેશન
સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં મીડિયાટેક હેલિયો G25 પ્રોસેસર અને  5020mAh ની બેટરી મળે છે. આ સ્માર્ટફોનનું એક મોડલ 2GB + 32GB આવે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો કેમેરોઆપવામાં આવ્યો છે. તેમાં પણ 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે.

Contribute Your Support by Sharing this News: